Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : શાળાઓ બાદ મ્યુઝિયમ પણ આતંકીઓના નિશાને, 15 મ્યુઝિયમમાં બોમ્બ!

દિલ્હી (Delhi)માં ફરી એકવાર ઈમેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે શાળાઓ અને હોસ્પિટલોને બદલે મ્યુઝિયમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદીઓએ ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ...
delhi   શાળાઓ બાદ મ્યુઝિયમ પણ આતંકીઓના નિશાને  15 મ્યુઝિયમમાં બોમ્બ

દિલ્હી (Delhi)માં ફરી એકવાર ઈમેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે શાળાઓ અને હોસ્પિટલોને બદલે મ્યુઝિયમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદીઓએ ઈમેઈલ દ્વારા એક સાથે 10-15 મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

Advertisement

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મેલ મંગળવારે રેલવે મ્યુઝિયમ સહિત અનેક મ્યુઝિયમમાં એકસાથે પહોંચ્યા હતા. દિલ્હી (Delhi) પોલીસને આ મેલ વિશે માહિતી મળતા જ મ્યુઝિયમની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે તેને ફેક ઈમેઈલ જાહેર કર્યા હતા. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે અને આ મેઈલ કોણે મોકલ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે તાજેતરમાં દિલ્હી (Delhi)ની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ મેઈલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મેઈલ કોણે મોકલ્યા હતા.

આ પણ વાંચો : ભારતમાં ચાર વર્ષના બાળકમાં મળ્યો Bird Flu નો કેસ, WHO એ કરી પુષ્ટિ…

Advertisement

આ પણ વાંચો : UP Road Accident : ઝૂંપડાની બહાર સૂતો હતો પરિવાર, કાળ બનીને આવ્યો ટ્રક, 8 લોકોના મોત…

આ પણ વાંચો : Lok Sabha Speaker : સાઉથની સુષ્મા સ્વરાજ ગણાતા આ મહિલા…..

Tags :
Advertisement

.