ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

MS University: આખરે VC પડ્યા ઘૂંટણિયે...લેવાયો આ નિર્ણય

MS University : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ. (MS University) ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના મામલે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વડોદરાના સાંસદ તથા ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, VC, રજીસ્ટ્રાર વચ્ચે બેઠક મળી હતી જેમાં પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓને...
10:11 AM Jun 18, 2024 IST | Vipul Pandya
featuredImage featuredImage
MS University

MS University : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ. (MS University) ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના મામલે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વડોદરાના સાંસદ તથા ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, VC, રજીસ્ટ્રાર વચ્ચે બેઠક મળી હતી જેમાં પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.

સાંસદ ડો.હેમાંગ જોશીએ સોમવારે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત કરી

​​​​​​મ.સ.યુનિ.માં સ્થાનિકોના માટે કેટલાય દિવસથી વિદ્યાર્થી આંદોલન કરી રહ્યા છે. જેની અસર સમગ્ર શહેરમાં દેખાઇ  છે. સાંસદ ડો.હેમાંગ જોશીએ સોમવારે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત કરી હતી. તેમણે કોમર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે રજૂઆત કરી હતી. તેમણે 3 વર્ષના કોમર્સમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો તેના ડેટા રજૂ કરી સ્થાનિકોને પ્રવેશ મળી રહ્યો નથી તે અંગે રજૂઆતો કરી હતી. શહેર ભાજપની ટોચની નેતાગીરી પણ સ્થાનિકોને પ્રવેશ મળે તે માટે સકારાત્મક હોવાનું કહ્યું હતું.

પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય

દરમિયાન આ મામલે સાંસદ, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, VC, રજીસ્ટ્રાર વચ્ચે ખાસ મળી હતી. બેઠકમાં પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષ જેટલા જ વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રવેશ મળશે. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો છે.

3 કલાક સુધી અમે મેરેથોન બેઠક કરી

આ મામલે સાંસદ ડો.હેમાંગ જોશીએ બેઠક બાદ કહ્યું કે 3 કલાક સુધી અમે મેરેથોન બેઠક કરી હતી અને સાથે મળી હાલ પુરતું અમે સૌ સહમત થયા કે ગયા વર્ષે જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો તેટલા જ વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રવેશ મળશે. સરકારે માળખાકીય સુવિધા પુરુ પાડવા પણ ગ્રાન્ટ ફાળવવાની બાંહેધરી આપી છે.

આજથી MS યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

VCએ સરકારને ગેરમાર્ગે દોરતા અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો ન હતો પણ હવે VCએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે આખરે નમતું જોખવું પડ્યું
આજથી MS યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો---- VADODARA : MSU માં સ્થાનિકોને એડમિશન નહી મળતા માનવ સાંકળ રચી વિરોધ

આ પણ વાંચો---- VADODARA : ભાજપ પ્રમુખનું વિવાદીત નિવેદન, “મત નહી તો કામ નહી”

આ પણ વાંચો---- VADODARA : MSU માં એડમિશન મામલે “તગડી” લડતના એંધાણ

 

Tags :
admissionFaculty of CommerceGujaratGujarat FirstMP Dr Hemang JoshiMS UniversitystudentStudent LeadersStudent MovementStudentsVadodaraVice Chancellor