Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhuj: કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફિસ અને કારની તોડફોડ...

ભુજના નગરસેવક ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં અને કારમાં તોડફોડ મુન્દ્રા રોડ પર આવેલી ઓફિસમાં 9 લોકો એ કર્યો હુમલો સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ અંગત દુશ્મનીમાં વાહનોમાં તોડફોડ કરાઈ Bhuj : કચ્છના ભુજ (Bhuj)માં નગરસેવક...
bhuj  કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફિસ અને કારની તોડફોડ
  • ભુજના નગરસેવક ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં અને કારમાં તોડફોડ
  • મુન્દ્રા રોડ પર આવેલી ઓફિસમાં 9 લોકો એ કર્યો હુમલો
  • સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ
  • અંગત દુશ્મનીમાં વાહનોમાં તોડફોડ કરાઈ

Bhuj : કચ્છના ભુજ (Bhuj)માં નગરસેવક ધર્મેશ ગોરને જીવલેણ ધમકી આપવામાં આવી છે. 9 લોકોની ટોળકીએ મુન્દ્રા રોડ પર આવેલી ધર્મેશ ગોરની ઓફિસમાં ઘૂસીને હુમલો કર્યો છે અને ઓફિસ અને કારમાં તોડફોડ કરી છે.

Advertisement

ઘટના CCTV કેમેરામાં કેદ

આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેની તસવીર ઘટનાને સમર્થન આપે છે. અંગત દુશ્મનીના કારણે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે, અને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ વધુ તપાસ કરી રહી છે, અને સંડોવાયેલા લોકોને શોધીને કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો---Gondal: અનિડા ગ્રામજનોએ વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ, લગાવ્યા ‘PGVCL હાય હાય’ના નારા

Advertisement

જાણે કે કોઇને કાયદાનો કોઈને ડર ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી

ભુજમાં જાણે કે કોઇને કાયદાનો કોઈને ડર ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બનતાં ચકચાર મચી ગઇ છે. ભુજના નગરસેવક ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી ઓફિસમાં અને કારમાં તોડફોડ કરાઇ હતી. મુન્દ્રા રોડ પર આવેલી ઓફિસમાં 9 લોકો હુમલો કર્યો હતો.

પોલીસ તપાસ શરુ

ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવતી હતી અને સીસી ટીવી ફૂટેજના આધારે બનાવમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરુ કરાઇ છે. કોના ઇશારે આ તોડફોડ કરાઇ હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો---Jamnagar: ડીડીઓની સામે જ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું, યુવક બોલતો રહ્યો અને અધિકારીઓ માત્ર...

આ પણ વાંચો---Godhra: ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી

Tags :
Advertisement

.