સુરતના વરાછામાં અંગત અદાવતમાં કરપીણ હત્યા, મૃતક અને આરોપી બન્નેનો ઇતિહાસ ગુનાઇત
સુરતના વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવાની ઘટના સામે આવી છે. મારનાર અને મરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ચસ્વની લડાઈમાં જગડો આખરે હત્યા સુધી પહોંચ્યો હતો. વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ ચપ્પુ મારી ભાગી છૂટ્યા સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યા જેવા બનાવો પણ સામાન્ય બની àª
સુરતના વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવાની ઘટના સામે આવી છે. મારનાર અને મરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ચસ્વની લડાઈમાં જગડો આખરે હત્યા સુધી પહોંચ્યો હતો. વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ ચપ્પુ મારી ભાગી છૂટ્યા
સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, હત્યા જેવા બનાવો પણ સામાન્ય બની રહ્યા છે, ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવકની સરા જાહેર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશ માં આવી હતી.. વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે ખુશાલ કોઠારી નામનો યુવક પોતાની બાઇક પર ઉભો હતો તે દરમિયાન નજીકમાં ઉભેક એક ઇસમ તેની પાસે આવ્યો હતો અને ત્યારબાદ અન્ય ઇસમે પાછળથી આવીને ચપ્પુના ઘા મારવાના શરૂ કરતાં યુવક નીચે ઢળી પડ્યો હતો અને આરોપીઓ ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો
સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જે મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મારનાર ખુશાલ કોઠારી નામચીન આરોપી છે અને અગાવ લૂંટ, ચોરી, મારામારી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હતો.તેણે થોડા સમય પહેલા હત્યા કરનાર આરોપીને ચપ્પુ મારી ને ઇજા પહોચાડી હતી અને જેલ હવાલે થયો હતો . ખુશાલ જેલમાંથી છૂટતા જ અંગત અદાવત રાખીને બંને આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો અને આ હત્યાને અંજામ આપ્યો હતો. બંને પક્ષે રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. જેમાં બે આરોપીઓએ ભેગા મળીને અન્ય રીઢા આરોપીની હત્યા કરી નાખી. જે મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement