Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DC vs PBKS : આજે 14 મહિના બાદ મેદાનમાં પરત ફરશે Rishabh Pant

DC vs PBKS : IPL 2024 ની શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમે રોયલ ચેંલેન્જર્સ બેંગલુરું (Royal Challengers Bangalore) ને હરાવી શાનદાર આગાજ કર્યો છે. આજે શનિવારે બે મેચો રમાશે, જેમા એક...
09:57 AM Mar 23, 2024 IST | Hardik Shah
IPL 2024 PBKS vs DC

DC vs PBKS : IPL 2024 ની શરૂઆત થઇ ચુકી છે. પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમે રોયલ ચેંલેન્જર્સ બેંગલુરું (Royal Challengers Bangalore) ને હરાવી શાનદાર આગાજ કર્યો છે. આજે શનિવારે બે મેચો રમાશે, જેમા એક પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાશે. જ્યારે સાંજે કોલકતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાશે. બપોરે દિલ્હી અને પંજાબ વચ્ચે જે મેચ રમાશે તેના પર ક્રિકેટ ફેન્સ (Cricket fans) ની નજર રહેશે. આ ઉપરાંત ખાસ કરીને રિષભ પંત (Rishabh Pant) અને શિખર ધવન (Shikhar Dhawan) પર પણ સૌ કોઇની નજર રહેશે.

શિખર ધવન અને ઋષભ પંત આજે આમને સામને

IPL ની 17મી સિઝનની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (DC vs PBKS) વચ્ચે આજે રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે, જે પ્રથમ વખત IPL નું આયોજન કરશે. ગત સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પંજાબ કિંગ્સે IPL 2023માં 14માંથી 6 મેચ જીતી હતી, જ્યારે 8માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે 14માંથી 5 મેચ જીતી અને 9માં હારનો સામનો કરવો પડ્યો. પંજાબ કિંગ્સનું નેતૃત્વ શિખર ધવન કરશે, જ્યારે દિલ્હી કેપિટલ્સની કમાન ઋષભ પંત સંભાળશે, જે લગભગ 14 મહિના પછી મેદાનમાં પરત ફરશે. ડિસેમ્બર 2022 માં એક ભયાનક કાર અકસ્માતમાં બચી ગયેલા પંતે ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાના બળ પર સ્વસ્થ થઈ ગયો છે.

કેપ્ટનનો જાદુ આજે જોવા મળશે

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ બંને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ મેચમાં ભારે રોમાંચ ચરમસીમાંએ જોવા મળશે. જે ખેલાડીઓ પર સૌથી વધુ લોકોની નજર રહેશે તેમાં પ્રથમ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત છે. ખેલાડી લાંબા સમય બાદ વાપસી કરવા જઈ રહ્યો છે. કરોડો ચાહકો પણ આની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજની મેચમાં તેના બેટથી ખૂબ જ રન આવી શકે છે. તે લાંબા સમય પછી ચાહકોને રોમાંચિત કરતો પણ જોવા મળશે.

કેવી છે પિચ ?

મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમની પિચને લઈને આવી રહેલા અપડેટ્સ અનુસાર, અહીંની પિચ બેટ્સમેન અને બોલરો માટે સમાન રીતે મદદરૂપ થશે. પિચ પર પર્યાપ્ત બાઉન્સ હશે, જે બેટિંગ માટે સરળ હશે, જ્યારે બોલર માટે સંઘર્ષનો દિવસ સાબિત થઈ શકે છે. અહીં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી એ જીતની ગેરંટી નથી, પરંતુ તેમ છતાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં હોઈ શકે છે. અહીં પ્રથમ ઇનિંગમાં ઘણા રન બને છે.

બંને ટીમના તમામ ખેલાડીઓની યાદી

પંજાબ કિંગ્સ સ્ક્વોડ: શિખર ધવન, જોની બેરસ્ટો, હરપ્રીત સિંહ ભાટિયા, પ્રભસિમરન સિંહ, રિલે રોસો, જીતેશ શર્મા (કેપ્ટન), સેમ કુરેન, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, શિવમ સિંહ, સિકંદર રઝા, અથર્વ તાયડે, ક્રિસ વોક્સ, અર્શદીપ સિંહ, રાહુલ ચહર, નાથન એલિસ, હરપ્રીત બરાડ, વિદ્યાથ કાવેરપ્પા, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, પ્રિન્સ ચૌધરી, આશુતોષ શર્મા, વિશ્વનાથ સિંહ અને તનય ત્યાગરાજન.

દિલ્હી કેપિટલ્સ ટીમઃ- રિષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, અભિષેક પોરેલ, રિકી ભુઈ, યશ ધૂલ, શાઈ હોપ, પૃથ્વી શો, ટ્રીસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, સ્વાસ્તિક ચિકારા, ઈશાંત શર્મા, જાય રિચર્ડસન, રસિક દાર સલામ, વિક્કી ઓસ્તવાલ, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, ખલીલ અહેમદ, સુમિત કુમાર, અક્ષર પટેલ, મિશેલ માર્શ, લલિત યાદવ અને જેક ફ્રેઝર-મેકગર્ક.

આ પણ વાંચો - CSK vs RCB: ચેન્નાઈની શાનદાર જીત, બેંગલુરુની હાર સાથે શરૂઆત

આ પણ વાંચો - RCB VS CSK : King Kohli એ ચેન્નઈ સામે મેચમાં રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો - IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

Tags :
Cricket NewsCSK vs RCBDC vs PBKSIPLIPL 2024PBKS vs DCrcb vs cskrishabh pantshikhar dhawanSports News
Next Article