Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dashama Visarjan : મૂર્તિ વિસર્જન વખતે બની ગોઝારી ઘટના, 5 પૈકી 3 ના નદીમાં ડૂબી જતાં મોત

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં ડૂબવાથી 3 વ્યક્તિનાં મોત થયાં દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો નદીમાં ડૂબ્યા હતા સ્થાનિક લોકોએ 2 વ્યક્તિઓનું રેસ્ક્યું કર્યું  આજે દશામા વ્રતની (Dashama Vrat) પૂર્ણાહુતિ થઈ છે. આજે વહેલી સવારથી લોકો માતાજીની મૂર્તીનું વિસર્જન (Dashama...
dashama visarjan   મૂર્તિ વિસર્જન વખતે બની ગોઝારી ઘટના  5 પૈકી 3 ના નદીમાં ડૂબી જતાં મોત
Advertisement
  1. ગાંધીનગરમાં સાબરમતી નદીમાં ડૂબવાથી 3 વ્યક્તિનાં મોત થયાં
  2. દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો નદીમાં ડૂબ્યા હતા
  3. સ્થાનિક લોકોએ 2 વ્યક્તિઓનું રેસ્ક્યું કર્યું 

આજે દશામા વ્રતની (Dashama Vrat) પૂર્ણાહુતિ થઈ છે. આજે વહેલી સવારથી લોકો માતાજીની મૂર્તીનું વિસર્જન (Dashama Visarjan) કરવા માટે નદીનાં તટ પર પહોંચ્યા હતા. ત્યારે ગાંધીનગરમાંથી (Gandhinagar) એક દુ:ખદ ઘટના સામે આવી છે. મૂર્તિ વિસર્જન સમયે સાબરમતી નદીમાં ડૂબી જતાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. કુલ 5 વ્યક્તિ નદીમાં ડૂબી જતાં 2 વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લેતા જીવ બચ્યો હતો.

આ પણ વાંચો - VADODARA : ડેન્ગ્યૂ-મેલેરિયાના કેસો વધ્યા, પાલિકાનું સઘન ચેકીંગ જારી

Advertisement

એક બાદ એક 5 વ્યક્તિ નદીમાં ગરકાવ થઈ

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા સાબરમતી નદીમાં (Sabarmati River) દશામાંની મૂર્તિ વિસર્જિત કરતી વખતે એક ગોઝારી ઘટના બની હતી. દશામાંની મૂર્તિ પધરાવવા (Dashama Visarjan) જતાં કુલ 5 લોકો નદીમાં ડૂબ્યા હતા. જો કે, ડૂબી રહેલા લોકોને બચાવવા માટે કેટલાક સ્થાનિકો લોકો પણ નદીમાં કૂદ્યા હતા. સ્થાનિક લોકોએ 5 પૈકી બે લોકોને નદીમાં ડૂબી જતા બચાવ્યા હતા. પરંતુ, 3 લોકોનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક બાદ એકને બચાવવા જતા કુલ 5 વ્યક્તિ નદીમાં ડૂબી હતી.

Advertisement

આ પણ વાંચો - Amreli : ગૌવંશનું કતલ કરી હિન્દુઓની લાગણી દુભાવનાર વિધર્મી શખ્સને કોર્ટે ફટકારી આ સખત સજા

5 પૈકી 3 લોકોનાં મોત, 2 નો આબાદ બચાવ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં એક પુરુષ, એક મહિલા અને એક 12 વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું. દશામાંની મૂર્તિ પધરાવતી વખતે બેલેન્સ બગડતા નદીમાં (Sabarmati River) પડ્યા હતા. આ ઘટનાને પગલે ગાંધીનગર પોલીસની (Gandhinagar Police) ટીમ અને મનપાની ફાયર વિભાગની (Fire Brigade) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Dashama Visarjan : દશામા વ્રતની પૂર્ણાહુતિ, કુંડ હોવા છતાં રસ્તાઓ પર મૂર્તિઓ મૂકી જતાં ખંડિત થઈ

Tags :
Advertisement

Trending News

.

×