ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Purulia કાંડના આરોપીને પકડવામાં RAW થઈ અસફળ, વાંચો સંપૂર્ણ કહાની

કેવી રીતે રહસ્યમય AN-26 વિમાન ભારમાં આવ્યું અમુક હથિયારો સ્થાનિકોએ પોતાની હસ્તક કરી લીધા હતાં આ AN-26 વિમાનમાં કુલ 8 લોકો સવાર હતાં Purulia કાંડનો માસ્ટમાઈન્ડ Kim Davy નાસીપાસ થઈ ગયો ભારતના રાષ્ટ્રપતિની માફી મગાવીને છોડી મૂકવામાં આવ્યા Purulia...
09:18 PM Aug 31, 2024 IST | Aviraj Bagda
Danish court rejects extradition of Purulia arms drop case mastermind to India

Purulia Arms Drop Case : તાજેતરમાં Denmark અદાલતે Purulia હથિયાર કાંડના મુખ્ય આરોપી નીલ હોલ્ક ઉર્ફે Kim Davy પર લગાવામાં આરોપને ફગાવી નાખ્યો છે. જોકે ભારત સરકાર છેલ્લા અનેક દશકોથી Kim Davy ને શોધવાની કોશિશ કરી રહી છે. ત્યારે તાજેતરમાં Denmark કોર્ટ દ્વારા ભારત સરકારને હતાશા હાથ લાગી છે. જોકે Purulia હથિયાર કાંડ આશરે 30 વર્ષથી પણ વધારે જૂનો મામલો છે. પરંતુ ભારત સરકાર અને RAW ના જણાવ્યા અનુસાર, Kim Davy એ પશ્ચિમ બંગાળામાં થયેલા Purulia કાંડનો મુખ્ય આરોપી છે.

કેવી રીતે રહસ્યમય AN-26 વિમાન ભારમાં આવ્યું

17 ડિસેમ્બર 1995 ના રોજ એક રહસ્ટમય વિમાન બુલગારીયાથી ઉડાન ભરી હતી. આ વિમાન તુર્કી, ઈરાન, પાકિસ્તાન થઈ ભારતના વારાણસી નજીક આવેલા એક એરપોર્ડ પર ઉતર્યું હતું. આ એરપોર્ટ પર આશરે 6 કલાક સુધી આ રહસ્યમય વિમાન રહ્યું હતું. જે બાદ ઉડાન ભરીને તે પશ્ચિમ બંગાળમાં આવેલા Purulia માં જિલ્લા પર આવીને હજારો હથિયાર ભરેલા બોક્સને હવામાંથી નીચે ફેંક્યા હતાં. જે બાદ વિમાન કોલકત્તા એરપોર્ટ પરથી સીધું થાઈલેન્ડ જતું રહ્યું હતું. પરંતુ 18 ડિસેમ્બરની સવારે Purulia ના લોકો ખેતરોમાં જવા નીકળ્યા હતાં. ત્યારે તેમને અકબંધ બોક્સ જોવા મળ્યા હતાં.

અમુક હથિયારો સ્થાનિકોએ પોતાની હસ્તક કરી લીધા હતાં

આ બોક્સ એટલા મોટા હતાં કે, તેને દૂરથી જ જોઈ શકાય તેમ હતાં. ત્યારે આ બોક્સમાંથી 300 AK-47, 9 MM, 25 Gun, 7.62 Sniper Rifel, 100 Anti Tank Graned, 10 RPG Rocket Luncher, 23800 Round bullets અને Night Vision Glass હતાં. તેમાંથી અમુક હથિયારો સ્થાનિકોએ પોતાની હસ્તક કરી લીધા હતાં. પરંતુ પોલીસને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તાત્કાલિક ધોરણે તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં. તમામ વિસ્તારની તપાસ કરી હતી. તો રાજ્ય સરકારના માધ્યમથી કેન્દ્ર સરકારને આ મામલે જાણ થઈ હતી, ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતાં. કારણ કે... આટલી કડક હવાઈ સુરક્ષા વચ્ચે પણ કેવી રીતે કોઈ આવી રીતે હથિયારોને અવાવરું સ્થળે નાખી શકે છે.

આ AN-26 વિમાનમાં કુલ 8 લોકો સવાર હતાં

ત્યારબાદ આ ઘટનાને કેન્દ્ર સરકાર દ્વારા RAW અને CBI ને સોંપવામાં આવી હતી. ત્યારે આ વિમાન AN-26 વિશે માહિતી મળી આવી હતી. ત્યારે તપાસ દરમિયાન 3 દિવસ બાદ આ વિમાન ફરીથી ભારતીય વાયુ સેનાના રડારમાં આવ્યું હતું. ત્યારે ભારતીય વાયુ સેના દ્વારા આ વિમાનને મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવાનું સુચન કર્યું હતું. આ AN-26 માં કુલ 8 લોકો સવાર હતાં. વિમાનમાંથી 5 લાતિયન દેશના નાગરિકો હતાં. અને એક પિટર બ્લીચ નામનો બ્રિટીશ નાગરિક હતો. નીલ હોલ્ક ઉર્ફે Kim Davy, જો Denmark આ સંપૂર્ણ ઘટનાના માસ્ટમમાઈન્ડ હતાં. જોકે તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, પિટર બ્લીચ MI-5 નો જાસૂસ હતો.

Purulia કાંડનો માસ્ટમાઈન્ડ Kim Davy નાસીપાસ થઈ ગયો

પરંતુ આ ઘટનાનો સૌથી મોટો લૂપ હોલ એ છે કે, જ્યારે આ વિમાન ફરીથી મુંબઈના એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. ત્યારે એરપોર્ટના સુરક્ષા કર્મીઓ વિના કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ન હતો. તેના કારણે Purulia કાંડનો માસ્ટમાઈન્ડ Kim Davy નાસીપાસ થઈ ગયો હતો. જે બાદ Kim Davyએ જણાવ્યું હતું કે, તેણે હથિયારો પશ્ચિમ બંગાળમાં આવેલા આનંદ માર્ગનામના ધાર્મિક સંગઠન માટે છોડ્યા હતાં. જેઓ કટ્ટારવાદી હતાં. કારણ કે... તે પણ આનંદ માર્ગ સાથે સંપર્કમાં છે. પરંતુ સમય પસાર થતા તે પોતાના નિવેદનથી ફરી ગયો હતો. તેણ કહ્યું હતું કે, ભારતની કેન્દ્ર સરકાર બંગાળની સરકારની કોમ્યુનિસ્ટ સરકારને માત આપવા માગતી હતી.

ભારતના રાષ્ટ્રપતિની માફી મગાવીને છોડી મૂકવામાં આવ્યા

પરંતુ સમયની સાથે આનંદ માર્ગ નામના વ્યક્તિએ જણાવ્યું કે, તે Kim Davy નામના વ્યક્તિને ઓળખતો નથી. જે બાદ બ્રિટિશ નાગરિક પિટર બ્લીચ અને તમામ અન્ય 6 લોકો પર ભારત વિરુદ્ધ કૃત્ય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે બ્રિટેન અને રશિયાની અપીલ પર તમામ આરોપીઓને ભારતના રાષ્ટ્રપતિની માફી મગાવીને છોડી મૂકવામાં આવ્યા હતાં. પરંતુ ભારતની સુરક્ષા સંસ્થા સતત Kim Davyની શોધ કરતી રહી હતી. તે ઉપરાંત Kim Davy એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો તેને ભારત મોકવામાં આવશે, તો તે ત્યાંથી જીવિત પાછો નહીં આવે.

Purulia ઘટના બાદ Kim Davy 4 વાર અમેરિકામાં ગયો હતો

જોકે Purulia હથિયાર કાંડના મામલામાં અનેક માન્યતાઓ સામે આવી છે. સૌથ પ્રથમ એ કે આનંદ માર્ગ અને ધાર્મિક સંગઠનની વાતમાં કોઈ સબૂત મળ્યા નથી. બીજી તરફ એવું સામે આવ્યું છે કે, આ હથિયારો સંજોગોવશાત Purulia માં ફેંકાયા હતાં. અને એક ખાસ બાબત એ છે કે, આ ષડયંત્ર CIA રચ્યું હતું. Purulia ઘટના બાદ Kim Davy 4 વાર અમેરિકામાં ગયો હતો. અને અમેરિકામાં આવી રીતે ઘૂસવું શક્ય નથી. તે ઉપરાંત કરાચીની એવિએશન કંપનીએ AN-26 વિમાન Kim Davy અને તેના સાથીઓને આપ્યું હતું. તે પણ CIA સાથે જોડાયેલા હોય શકે છે. અંતે આ ઘટનામાં કેટલા તથ્યો સત્ય છે, તે ત્યારે જ સામે આવી શકે છે, જ્યારે Kim Davy હાથ લાગી શકે છે.

આ પણ વાંચો: US માં 21 વર્ષની નેપાળી યુવતીની 51 વર્ષના ભારતીય પુરુષે કરી હત્યા

Tags :
1995 bengal arms drop casebreaking newsdenmarDenmarkDenmark courtEuropean Convention on Human Rightsgoogle newsGujarat FirstIndiaindia extraditionIndia NewsIndia news todaykim davykim peter davyNiels HolckNiels Holck extraditionPolitics NewsPurulia Arms Drop Casetoday news
Next Article