Dahod: કુદરતી સૌદર્ય વચ્ચે ઘેરાયેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર, આવી છે લોકોની આસ્થા
- અહી દરેકની મનોકામના પૂર્ણ થાય છે: ભક્તોમાં આસ્થા
- કુદરતી સૌદર્ય વચ્ચે ઘેરાયેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર
- શ્રાવણના દરેક સોમવારે અહી મેળો પણ ભરાય છે
Dahod: આજથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે દાહોદ નજીક આવેલા પ્રાચીન કેદારનાથ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. અહીં ભક્તો આસ્થા અને શ્રધ્ધા સાથે મહાદેવની પુજા અર્ચના કરી હતી. આશરે 500 વર્ષ પહેલા પાંડવોએ આ સ્થળ ઉપર તપસ્યા કરી હતી. તે દરમિયાન સ્વયંભુ શિવલિંગની સ્થાપના થઈ હોવાની લોકવાયકા છે. અહીં દરેકની મનોકામના પૂરી થતી હોવાની આસ્થા જોડાયેલી છે.
આ પણ વાંચો: Panchmahal: ચાલુ બસે ફોનમાં મશગુલ જોવા મળ્યો બસ ચાલક, જાગૃત મુસાફરે વાયરલ કર્યો વીડિયો
શ્રાવણમાં ભક્તોનો ધસારો વધારે જોવા મળે છે
આજથી પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ દાહોદ (Dahod)ના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. દાહોદ (Dahod) નજીક આવેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર કુદરતી સૌદર્ય વચ્ચે ઘેરાયેલું છે. પહાડોની નીચે આવેલા આ મંદિરમાં એક તરફ પાણીનું ઝરણું વહેતું હોય છે. ગુફામાં મંદિર હોવાથી તે પ્રકારનો આહ્લાદક નજારો જોવા મળે છે. ભગવાનના દર્શનની સાથે અહીં લોકો પિકનિક કરવા પણ કામ આવતા હોય છે, અને શ્રાવણમાં ભક્તોનો ધસારો વધારે જોવા મળે છે.શ્રાવણના દરેક સોમવારે અહી મેળો પણ ભરાય છે એક દંતકથા પ્રમાણે આશરે 500 વર્ષ પહેલા અહી પાંડવોએ રોકાણ કર્યું હતું અને તપસ્યા કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad: એકવાર ફરી લોકોના આરોગ્ય સાથે ચેડા! ઝોમેટોમાંથી મંગાલેવી મીઠાઈમાં હતી ફૂગ
મંદિરની બાજુમાં એક ગુફા પણ આવેલી છે
પાંડવો દ્રારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. લોકવાયકા એવી પણ છે કે, અહીંનું શિવલિંગ સ્વયંભુ છે મંદિરની બાજુમાં એક ગુફા પણ આવેલી છે. જે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે નીકળે છે. પાંડવોની સેવામાં રોકાયેલા ઋષિ મુનિના શિષ્ય નાગજી મહારાજ પણ અહી રોકાયા હતા. તેમની સમાધિ પણ મંદિરના સામેના ભાગમાં બનાવવામાં આવી છે. મંદિરની બાજુમાં નાગજી મહારાજની મુર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. આજે શ્રાવણ ના પ્રથમ સોમવારે દાહોદ (Dahod)ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ આરતી કરી પુજા અર્ચના કરી હતી. ભક્તોની ભીડ સવારથી જોવા મળી રહી હતી. ભક્તોમાં આસ્થા છે કે, અહી દરેકની મનોકામના પૂર્ણ થાય છે.
અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ
આ પણ વાંચો: Ankleshwar: બુટ પહેરતા પહેલા ચેતી જજો, નહીં તો અકાળે જવું પડશે હોસ્પિટલ