Dahod : BJP કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર!
- ઝાલોદનાં BJP કાઉન્સિલરની હત્યાના આરોપી નિર્દોષ છૂટ્યા (Dahod)
- ચાર વર્ષનાં જેલવાસ બાદ તમામનો છુટકારો
- દાહોદ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
- કુલ 7 લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો
દાહોદ જિલ્લાનાં (Dahod) ઝાલોદનાં BJP કાઉન્સિલરની હત્યા મામલે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. 4 વર્ષનાં જેલવાસ બાદ તમામ આરોપીઓનો છુટકારો થયો છે. વર્ષ 2020 માં BJP કાઉન્સિલર હિરેન પટેલની (Hiren Patel) ગાડીને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી, જેમાં હિરેન પટેલનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પૂર્વ MP ના પુત્ર અને પૂર્વ MLA ના ભાઇની ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો - Rajkot નાગરિક બેંકની ચૂંટણી પહેલા માહોલમાં ગરમાવો! ચેરમેને આક્ષેપો સામે કર્યો વળતો પ્રહાર!
4 વર્ષનાં જેલવાસ બાદ તમામનો છુટકારો
દાહોદ જિલ્લાનાં (Dahod) ઝાલોદનાં બીજેપી કાઉન્સિલર હિરેન પટેલની (Hiren Patel) ફેબ્રુઆરી, 2020 માં હત્યા કરાઈ હતી. હિરેન પટેલની ગાડીને ટક્કર મારી તેમની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને ઝાલોદનાં (Jhalod) પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં કુલ 7 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. જો કે, હવે આ કેસમાં અમિત કટારા, ઇમરાન ગુડાલા સહિત તમામ આરોપઓને નિર્દોષ જાહેર કરાયા છે.
આ પણ વાંચો - Vadodara : મરાઠી મહોલ્લામાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 થી વધુ સામે FIR, 4 થી વધુની અટકાયત
દાહોદ સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો
માહિતી મુજબ, દાહોદ સેશન્સ કોર્ટે (Dahod Sessions Court) ચુકાદો આપી અમિત કટારા, ઇમરાન ગુડાલા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચુકાદા બાદ 4 વર્ષનાં જેલવાસ બાદ તમામ આરોપીઓનો છુટકારો થયો છે. ઝાલોદના BJP નાં કાઉન્સિલરની હત્યાનાં આરોપીઓ નિર્દોષ છૂટતા અનેક ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો - હવામાન નિષ્ણાત Ambalal Patel ની આગાહી, કહ્યું- 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન..!