Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું છે. ગેરકાયેદસર દબાણ હટાવીને સરકારી જમીન તથા બીજી જમીનો ખુલ્લી કરાવવા માટે આજે સવારે અમદાવાદ મનપાની ટીમ અને પોલીસ થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના...
અમદાવાદમાં ચાલ્યું દાદાનું બુલડોઝર  થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું છે. ગેરકાયેદસર દબાણ હટાવીને સરકારી જમીન તથા બીજી જમીનો ખુલ્લી કરાવવા માટે આજે સવારે અમદાવાદ મનપાની ટીમ અને પોલીસ થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચી હતી.

Advertisement

મળતી જાણકારી અનુસાર, અમદાવાદના શહેરી વિસ્તારોમાં મામલતદાર અને પોલીસની હાજરીમાં વીઆર સિનેમા પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થલતેજમાં આ દબાણો મોટાભાગે સરકારી જમીન પર કરવામાં આવ્યુ હતુ, જેમાં 30 વર્ષ જૂનું સરકારી જમીન ઉપરનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યુ હતુ. આ બાંધકામ અંદાજે 1500 ચોરસ મીટરનું હતુ.

Advertisement

આ કામગીરી દરમિયાન પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ દબાણની સાઈટ પર પહોંચી ગયો હતો. અમદાવાદમાં પ્રાઇમ લોકેશન પર આવેલી જગ્યા પર આખરે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : આબુરોડ પર ટ્રેલર અને તુફાન વચ્ચે ગંભીર અકસ્માત, 4 ના મોત, 10 લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.