Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્ષનું પહેલું Cyclone આ રાજ્યના દરિયાકાંઠે ટકરાશે! રાજ્ય સરકાર એલર્ટ

ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વર્ષના પહેલા ચક્રાવાતને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે જણાવ્યું છે કે, 6 મે આસપાસ સાઉથ-વેસ્ટ બંગાળની ખાડી પર એક સાઈક્લોનિક સર્ક્યૂલેશન બનાવવાની સંભાવના છે તેના કારણે તે વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનશે....
01:17 PM May 03, 2023 IST | Viral Joshi

ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વર્ષના પહેલા ચક્રાવાતને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે જણાવ્યું છે કે, 6 મે આસપાસ સાઉથ-વેસ્ટ બંગાળની ખાડી પર એક સાઈક્લોનિક સર્ક્યૂલેશન બનાવવાની સંભાવના છે તેના કારણે તે વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે. ચક્રાવાતી તોફાનની આશંકાને પગલે ઓડિશા સરકાર પણ એલર્ટ મોડમાં છે.

રાજ્ય સરકાર એલર્ટ
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું. 2 મે, 2019 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત ફેનીને યાદ કરતાં પટનાયકે કહ્યું કે ઉનાળા દરમિયાન ચક્રવાતને ટ્રેક કરવું મુશ્કેલ છે.

તેમણે અધિકારીઓને સલાહ આપી કે જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સાયક્લોન શેલ્ટરમાં સ્થળાંતર કરો અને ચક્રવાત પછી રાહત અને પુનઃસ્થાપન કાર્યો માટે યોજના તૈયાર કરો. પટનાયકે મુખ્ય સચિવ પીકે જેનાને નિયમિતપણે પરિસ્થિતિની સમીક્ષા કરવા અને વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુને તમામ વિભાગો અને જિલ્લાઓ સાથે સંકલનમાં કામ કરવા જણાવ્યું હતું.

6 મે આસપાસ આવશે ચક્રવાત
ભુવનેશ્વર ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે, IMD એ અત્યાર સુધી કોઈ ચક્રાવાત ભવિષ્યવાણી નથી કરી. જણાવી દઈએ કે, 6 મેની આસપાસ સાઉથ વેસ્ટ બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યૂલેશન બનવાની શક્યતા છે તેના કારણે તે વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે.

'ઝીરો કૈઝ્યુલ્ટી' માટેની તૈયારી
મુખ્ય સચિવ પી.કે.જેનાએ જણાવ્યું હતું કે, જો રાજ્યમાં કોઈ ચક્રવાત આવે તો રાજ્ય 'ઝીરો કૈઝ્યુલ્ટી' સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું, "તમામ કલેક્ટરને આ સંદર્ભે એલર્ટ કરવામાં આવ્યા છે. સાયક્લોન શેલ્ટર તૈયાર છે અને શાળાની ઇમારતો સહિત સુરક્ષિત સ્થળોની પણ ઓળખ કરવામાં આવી છે."

કંટ્રોલરૂમ શરૂ

આ પણ વાંચો : NCPમાં ઘમાસાણ, પવારના સમર્થનમાં અનેકના રાજીનામા

Tags :
CycloneCyclone MochaIMD Alertweather forecastWest Bengal
Next Article