Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'બિપોરજોય' વાવાઝોડું નલિયા-માંડવી આસપાસ કરશે લેન્ડફોલ, 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે. જોકે વિભાગનું કહેવું છે કે, 15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર...
 બિપોરજોય  વાવાઝોડું નલિયા માંડવી આસપાસ કરશે લેન્ડફોલ  140 કિમીની ઝડપે પવન ફૂંકાશે

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપોરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે. જોકે વિભાગનું કહેવું છે કે, 15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડશે. ત્યારે સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 'બિપોરજોય' નલિયા-માંડવી આસપાસ લેન્ડફોલ કરશે.

Advertisement

મહત્વનું છે કે, નલિયા અને માંડવીની આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે. બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. વાવાઝોડા બિપોરજોયના નવા રૂટથી ગુજરાત પર જોખમ વધ્યું છે. સ્કાયમેટે કહ્યું કે, હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે.

Advertisement

સ્કાયમેટ દ્વારા જાણવા મળ્યું છે કે, વાવાઝોડાના નવા રૂટના કારણે ગુજરાત પર ખતરો વધી રહ્યો છે. જ્યારે દરિયા કિનારે વાવાઝોડું પહોંચશે ત્યારે પવનની ગતિ 120 થી 140 કિમી હોઈ હશે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે. હવામાન વિભાગ દ્વારા પણ કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.

તમને જણાવી દઈએ કે, 11 તેમજ 12 અને 13 જૂને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર,મોરબી જૂનાગઢ, ગીર સોમનાથ, અમેરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરી છે. તેમજ તારીખ 15 જૂને વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી આગાહી કરી છે.

Advertisement

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી એક્શન મોડમાં, દેવભૂમિદ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે યોજી બેઠક

Tags :
Advertisement

.