Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપરજોય વાવાઝોડાથી દરિયામાં ભયંકર મોજા ઉછળ્યા,આગામી 72 કલાક અતિભારે

બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર...
બિપરજોય વાવાઝોડાથી દરિયામાં ભયંકર મોજા ઉછળ્યા આગામી 72 કલાક અતિભારે

બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ 290 કિ.મી.ના અંતરે રહી ગયું છે. 15 જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Advertisement

150 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની  તેવી શક્યતા  છે 

Advertisement

IMDના ડાયરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપી છે.  તેમણે કહ્યું  છે કે ચક્રવાતના લેન્ડફોલ સમયે, પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની અપેક્ષા છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં 65-75 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની સંભાવના

Advertisement

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે કચ્છ, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડી શકે છે. અહીં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. IMD ડિરેક્ટરે જણાવ્યું હતું કે ચક્રવાત પોરબંદરથી 350 કિમી, દ્વારકાથી 290 કિમીના અંતરે કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે, આગાહી અનુસાર તે 15 જૂનની સાંજે 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકીને દરિયાકાંઠે ટકરાશે.

છેલ્લા 6 કલાકથી વાવાઝોડું ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ વધુમાં જણાવ્યું કે, વાવાઝોડું હાલમાં જખાઉ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા 6 કલાકથી વાવાઝોડું ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. મતલબ કે હવે તેની દિશા બદલાશે. પરંતુ હજુ સુધી તેના લેન્ડફોલમાં કોઈ ફેરફાર થયો નથી. લેન્ડફોલ 15 જૂનની સાંજે થશે. આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં 65 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જખૌ બંદરની આસપાસ લેન્ડફોલ થવાની આગાહી છે. તેમણે જણાવ્યું કે આજે સૌથી વધુ વાવાઝોડું દેવભૂમિ દ્વારકા, કચ્છમાં આવશે. બનાસકાંઠામાં 16મીએ અને રાજસ્થાનમાં 17મીએ વરસાદ પડશે.

આપણ  વાંચો -વાવાઝોડા વખતે કોઈ પણ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે, બસ મોબાઈલ સેટિંગ્સમાં કરો આ ફેરફાર

Tags :
Advertisement

.