ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shaktipeeth Ambaji માં આઠમ નિમીત્તે માઇભક્તોની ભારે ભીડ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં આઠમે ભક્તોની ભીડ વહેલી સવારે મંદિરમાં ભક્તો લાઈનમાં ઊભેલા જોવા મળ્યા આસો નવરાત્રીનું છે વિશેષ મહત્વ અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું અંબાજી મંદિરમાં સવારે બે મંગળા આરતી થઈ અંબાજી ખાતે આજે આઠમ નિમિત્તે રાજવી પરિવાર...
09:29 AM Oct 11, 2024 IST | Vipul Pandya
Shaktipeeth Ambaji

Shaktipeeth Ambaji : આસો સુદ નવરાત્રિનું પર્વ ઉત્સાહભેર ઉજવાઇ રહ્યું છે અને આજે આઠમના દિવસે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) મંદિરમાં માતાજીના દર્શ કરવા માટે માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આઠમ નિમીત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં આજે સવારે બે મંગળા આરતી થઈ હતી

આજે આઠમની મંગળા આરતીમાં ભક્તોની ભીડ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિમાં માતાજીના દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને એમા પણ આઠે આઠમ હોવાથી માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજીમાં આસો સુદ બીજ થી આઠમ સુધી સવારે બે મંગળા આરતી થાય છે અને આજે આઠમની મંગળા આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો---Gandhinagar : રુપાલમાં પરંપરા મુજબ આજે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી

અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું

અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે. માતાજીની સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં પણ આરતી કરાઇ હતી. આજે અંબાજી મંદિરમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

આજે આઠમ નિમિત્તે રાજવી પરિવાર પણ હવનમાં જોડાશે

આઠમના દિવસે હવન પણ યોજવામાં આવે છે ત્યારે અંબાજી ખાતે આજે આઠમ નિમિત્તે રાજવી પરિવાર પણ હવનમાં જોડાશે. આઠમના હવનનો લાભ લેવા માટે પણ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચ્યા છે. આજે રાજ્યભરમાં માઇ મંદિરોમાં આઠમના વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો---Navratri: નોમના દિવસે જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ

Tags :
AmbajiAmbaji TempleAthami Mangala AartiCrowd of devoteesDevoteesGujaratGujarat FirstHavanNavratriNavratri2024Shaktipeeth Ambaji
Next Article