Cristiano Ronaldo એ માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં બર્ફીલા પુલમાં ડૂબકી લગાવી
- રજાઓ મણવા માટે પરિવાર સાથે ફિનલેન્ડના લેપલેન્ડ ગયો
- Swimming poolની સામે માત્ર શોર્ટ્સમાં ઊભો જોઈ શકો છો
- Ice bath લેવો એ Social mediaમાં એક ટ્રેન્ડ બન્યો
Cristiano Ronaldo Viral Video : હાલમાં, વિશ્વભરમાં લોકો Christmas ની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે Christmas ની રજાઓમાં દરેક પરિવાર રજાઓ માણવા માટે વિવિધ શહેરોની મુલાકાત કરે છે. તો વિશ્વમાં ધનિક વ્યક્તિઓ અને ખ્યાતનામ વ્યક્તિઓ કેવી રીતે રજા માણી રહ્યા હોય છે, તેની તમામ માહિતીઓ આપણી સામે આવતી રહે છે. તો આ Social media ના યુગમાં સરળતાથી મનપસંદ શું કરી રહી છે, તેની માહિતી મળતી રહે છે. તો હાલમાં, Social media પર એક વિશ્વવિખ્યાત ખેલાડીનો એક Video Social media પર વાયરલ થઈ રહ્યો છે.
રજાઓ મણવા માટે પરિવાર સાથે ફિનલેન્ડના લેપલેન્ડ ગયો
હાલમાં, વિશ્વનો મહાન ફૂટબોલર Cristiano Ronaldo એ Christmas ની રજાઓ મણવા માટે તેના પરિવાર સાથે ફિનલેન્ડના લેપલેન્ડ ગયો છે. આ દરમિયાન તેનો એક Video ચાહકોને ખૂબ જ રોમાંચિત કરી રહ્યો છે. રોનાલ્ડોએ માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બર્ફીલા Swimming pool માં ડૂબકી મારતો એક Video શેર કર્યો છે. ત્યારે આ Video એ Social media પર ધૂમ મચાવી છે. આ Video ને અત્યાર સુધીમાં 93.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rajasthan : નિયતિનો ખેલ! પત્ની માટે પતિએ VRS લીધું અને ફેરવેલ પાર્ટીમાં જ પત્નીનું થયું મોત
It’s just a little cold 🥶😂
Watch my complete family trip video: https://t.co/hUJ1n3v0h1 pic.twitter.com/5yOUzeVvEb
— Cristiano Ronaldo (@Cristiano) December 24, 2024
Swimming pool ની સામે માત્ર શોર્ટ્સમાં ઊભો જોઈ શકો છો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે રોનાલ્ડોને બરફીલા ખીણોના સુંદર ધોધની વચ્ચે બર્ફીલા Swimming pool ની સામે માત્ર શોર્ટ્સમાં ઊભો જોઈ શકો છો. અને પૂલમાં ડૂબકી મારતા પહેલા, તે કહે છે તમે વિશ્વાસ કરશો નહીં, અહીં તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ છે અને હું આ ઠંડા પાણીમાં નાહવાનો અનુભવ કરવા જઈ રહ્યો છું. આ પછી રોનાલ્ડો ધીમે ધીમે પૂલની સીડીઓથી બર્ફીલા પાણીમાં ઉતરે છે. તો રોનાલ્ડો સીડી પકડીને પોતાની ગરદન સુધી પાણીમાં ડૂબી જાય છે અને ઉત્સાહથી કહે છે - પાણી થોડું ઠંડું છે પણ એકદમ સારું લાગે છે.
Ice bath લેવો એ Social media માં એક ટ્રેન્ડ બન્યો
તમને જણાવી દઈએ કે Ice bath લેવો એ Social media માં એક ટ્રેન્ડ બની ગયો છે. એવું કહેવાય છે કે જે લોકો બર્ફીલા પાણીમાં ડૂબકી લગાવે છે તેઓ સ્થૂળતા, ડિપ્રેશન અને ચિંતા જેવી સ્થિતિઓથી દૂર રહે છે. પોર્ટુગીઝ સ્ટારનો Video ને Social media પર 9.3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 15 હજારથી વધુ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: સાન્તાક્લોઝનો ડ્રેસ હંમેશા લાલ અને સફેદ કેમ હોય છે? શું કોકા-કોલા સાથે છે કોઈ કનેક્શન