Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત-પાકિસ્તાનની ડુપ્લીકેટ ટિકિટ સાથે ક્રાઈમ બ્રાન્ચે કરી 4 આરોપીઓની ધરપકડ

અહેવાલ - પ્રદિક કચીયા વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આ વર્લ્ડ કપની હાઈવોલટેજ ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવા જઈ રહી છે જેની પહેલા ડુપ્લીકેટ ટિકિટ બજારમાં ફરી રહી હતી જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4...
05:18 PM Oct 11, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદિક કચીયા

વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરી રહ્યું છે ત્યારે અમદાવાદમાં આ વર્લ્ડ કપની હાઈવોલટેજ ભારત અને પાકિસ્તાનની મેચ યોજાવા જઈ રહી છે જેની પહેલા ડુપ્લીકેટ ટિકિટ બજારમાં ફરી રહી હતી જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી અનેક ટીકીટો કબજે કરી છે.

14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ICC મેન્સ વર્લ્ડ કપની નકલી ટિકિટ વેચનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ડુપ્લિકેટ ટિકિટ વેચનારા ચાર આરોપીઓ પકડી લેવાયા છે. જેમાં જૈમિન પ્રજાપતિ મુખ્ય આરોપી છે. તેણે કુશ મીના અને રાજવીર ઠાકુર સાથે મળીને ડુપ્લિકેટ ટિકિટો છાપી હતી. તેમના પાસેથી 150 ટિકિટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ 50 લોકોને આ ટિકિટો વેચી છે. જેનાથી ત્રણ લાખ રૂપિયાની કમાણી પણ કરી છે. જોકે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ભારત-પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ રસિકોમાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવાની ઘેલછા હોય છે. પરંતુ કેટલાક લોકો લાભ ઉઠાવવા માટે કાળાબજાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક શખ્સોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરાવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને 150થી વધુ ડુપ્લિકેટ ટિકિટ કબ્જે કરી હતી.નોંધનીય છે કે, ટિકિટને લઈને એવી કાળાબજારી ચાલી રહી છે કે બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં જ્યારે 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની બહુપ્રતિક્ષિત મેચ માટે 14,000 ટિકિટો જાહેર કરવાની જાહેરાત કરી હતી. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પ્રશંસકોની ગેરહાજરી પર પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ બીજી તરફ, ભારત-પાક.મેચની ઉત્સુકતાને લઈ વધારાની ટિકિટ વેચવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર હુમલાની ધમકી આપનાર આખરે ઝડપાયો, રાજકોટ થી કરાઇ ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad Newsarrested 4 accusedCrime BranchIndia-PakistanIndia-Pakistan Duplicate TicketIndia-Pakistan matchNarendra Modi Stadium
Next Article