cricket : BCCI સચિવ Jay Shah સતત ત્રીજીવાર બન્યા ACCના અધ્યક્ષ
cricket : BCCI સેક્રેટરી જય શાહ સતત ત્રીજી વખત એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જય શાહે બે-બે વર્ષની બે ટર્મ પૂરી કરી છે અને આ તેમની ત્રીજી ટર્મ હશે, જ્યાં તેઓ ACC પ્રમુખનું પદ સંભાળશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા જય શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. ACC પ્રમુખના નામાંકનમાં તમામ અધિકારીઓ, શ્રીલંકાના પ્રમુખ શમ્મી સિલ્વાએ કહ્યું કે જય શાહે ACCના આ પદને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે અને તેણે ક્રિકેટના પ્રચારમાં ઘણું યોગદાન આપ્યું છે.
BCCI સચિવ જય શાહ ત્રીજીવાર એશિયન ક્રિકેટ પરિષદ (ACC)ના અધ્યક્ષ બની ગયા છે. તેમના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. બુધવારે વાર્ષિક સામાન્ય બેઠકમાં સર્વસમ્મતિથી આ વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. જય શાહના કાર્યકાળના વિસ્તારનો પ્રસ્તાવ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ બીજી વાર કર્યું હતું અને નામાંકનને એસીસીના બધા સભ્યોએ સર્વસમ્મતિથી સમર્થન આપ્યું હતું.
ACC ની પાસે એશિયા કપ ટૂર્નામેન્ટ (Asia Cup) નું આયોજન કરાવવાની જવાબદારી હોય છે. કોવિડ-19 મહામારીને કારણે 2020મા રમાનાર એશિયા કપ આ વર્ષે જૂન માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને શરૂઆતમાં ટૂર્નામેન્ટની યજમાની કરવાની હતી પરંતુ હવે તેનું આયોજન શ્રીલંકા કે બાંગ્લાદેશમાં થઈ શકે છે.
જય શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
દરેકનો આભાર વ્યક્ત કરતાં જય શાહે જણાવ્યું હતું કે, “હું ACC બોર્ડનો તેમના સતત વિશ્વાસ માટે આભારી છું. આપણે રમતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ જ્યાં તે હજુ પણ બાલ્યાવસ્થામાં છે. " ACC સમગ્ર એશિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.પુરૂષો અને મહિલાઓ માટે એશિયા કપ અને મહિલાઓ અને પુરુષો માટે ઇમર્જિંગ ટીમ્સ કપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની દેખરેખ રાખવા, સમગ્ર ખંડમાં રમતના વિવિધ પાસાઓના સંકલનમાં ACC મુખ્ય ભૂમિકા ભજવે છે.
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ટી૨૦ સિરીઝ રમી રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે શરૂઆતની બન્ને મૅચ જીતીને સિરીઝ પર કબજો કરી લીધો છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે આજે પસંદગીકર્તા માટેની એક જાહેરાત બહાર પાડી છે.ભારતીય ક્રિકેટ બોર્ડે પાંચ સભ્યોની રાષ્ટ્રીય પસંદગીકર્તાની કમિટીમાંથી એક પદ માટે એટલે કે રાષ્ટ્રીય પસંદગીકર્તા માટે જાહેરાત બહાર પાડી છે. જોકે આ પદ ખાલી નથી, પણ ટૂંક સમયમાં એ ખાલી થઈ જશે, એટલે કે હાલની પાંચ સભ્યોની કમિટીમાંથી એક વ્યક્તિનું પત્તું સાફ થઈ જશે.
આ પણ વાંચો- cricket : મયંક અગ્રવાલની અચાનક તબિયત લથડી, ICUમાં દાખલ