Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોન્સ્ટેબલની ફરિયાદ બાદ IPS અને PI,PSI સહિત 12 પોલીસ કર્મચારી વિરુદ્ધ કેસ દાખલ

UP ના ગાઝીપુરમાં IPS અધિકારી સહિત PI અને PSI સહિત ટોટલ 18 પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ કેસ દાખલ
કોન્સ્ટેબલની ફરિયાદ બાદ ips અને pi psi સહિત 12 પોલીસ કર્મચારી વિરુદ્ધ કેસ દાખલ
Advertisement
  • કોન્સ્ટેબલે આઇપીએસ દ્વારા થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો
  • કોન્સ્ટેબલ અને તેના ચાર સાથીઓની હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો
  • હાઇકોર્ટના આદેશ છતા પણ પોલીસે કેસ દાખલ કર્યો નહોતો

લખનઉ : UP ના ગાઝીપુરમાં એક કોન્સ્ટેબલની ફરિયાદ બાદ IPS સહિત 18 પોલીસ કર્મચારી વિરુદ્ધ નંદગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. જેમાં ચંદૌલી જિલ્લાના એસપી રહેલા અમિત કુમારની સાથે પીઆઇ, પીએસઆઇ સહિત અનેક કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં ચંદોલીમાં રહેલા સિપાહી અનિલ કુમાર સિંહે પોલીસ કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતા તોડ અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Gujarat First ના અહેવાલની દમદાર અસર! ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે તમાસના આદેશ

Advertisement

SIT ની તપાસમાં તમામ આરોપો સાબિત થયા

SIT તપાસમાં સિપાહીના આરોપો સાચા સાબિત થયા હતા, ત્યાર બાદ તત્કાલીન એસપી અમિત કુમારની સાથે તમામ 18 પોલીસ અધિકારી અનિલની હત્યાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. સિપાહી અનિલ કુમાર સિંહે આરોપ લગાવ્યો કે, ઉચ્ચ અધિકારીઓએ આ કૌભાંડ બહાર આવ્યા બાદ ચાર લોકોની હત્યા કરાવીને તેનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. અનિલ વારાણસીનો રહેવાસી છે. જ્યારે ગાઝીપુરના નંદગંજના ગ્રામ બડસરામાં તેનું સસુરાલ છે. આરોપ છે કે, જુલાઇ 2021 ના રોજ સસુરાલથી તેના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનિલ દ્વારા નંદગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદનો પ્રયાસ કરાયો હતો જો કે ફરિયાદ દાખલ થઇ નહોતી.

Advertisement

પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ન આવી

આખરે મામલો સીજીએમ કોર્ટમાં ગયો હતો.ત્યાર બાદ હાઇકોર્ટ જ્યાં કેસ દાખલ કરવાનો આદેશ અપાયો તેમ છતા કેસ દાખલ થયો નહોતો. તેવામાં કંટેમ્પના આદેશ પર આખરે 27 નવેમ્બરે કેસ દાખલ થયો. હાઇકોર્ટના આદેશ પર તમામ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ત્રણ વર્ષ બાદ નંદગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.

આ પણ વાંચો : ભારતના આ ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, સમસ્યાના સમાધાન માટે અનોખી બેંક

કોન્સ્ટેબલની ફરિયાદ અને મુશ્કેલીમાં ફસાયા એસપી-પીઆઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જ્યાં એક કોન્સ્ટેબલ અનિલ કુમાર સિંહની ફરિયાદ બાદ તેના જ વિભાગના એસપી, ઇન્સપેક્ટર, સબઇન્સપેક્ટર અને અન્ય કોન્સ્ટેબલો વિરુદ્ધ લગભગ 10 સંગીન ગુનાઓની કલમો હેઠળ કેસ દાખલ થયો છે. જો કે આ ફરિયાદ અંગે કોઇ પણ પોલીસ અધિકારી કાંઇ પણ બોલવા તૈયાર નથી.

હાઇકોર્ટના આદેશને પણ પોલીસે અવગણ્યો

મામલો 2021 થી કોર્ટમાં લંબિત હતો. હાઇકોર્ટના આદેશ છતા પણ પોલીસે ફરિયાદ કે કોઇ કાર્યવાહી નહીં કરતા તો ફરિયાદીએ હાઇકોર્ટમાં કંટેમ્પની અરજી દાખલ કરી. ત્યાર બાદ 27 નવેમ્બરે નંદગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ. સમગ્ર મામલો પોલીસનો કથિત સંગઠીત ગુના અને માસિક 12,50,000 રૂપિયાની વસુલી અંગેનો છે.

આ પણ વાંચો : Mahrashtra : Eknath Shinde બાદ હવે Ajit Pawar એ કરી પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષીઓને આપ્યો જડબાતોડ જવાબ...

શું હતો સમગ્ર મામલો?

ચંદોલીમાં પોતાની ફરજ દરમિયાન અનિલે પોતાના જ વિભાગ દ્વારા ઉઘરાવાતા હપ્તાની યાદી જાહેર કરી હતી. આ યાદીની તપાસ ડીઆઇજી વિજિલન્સ દ્વારા કરાઇ તેમાં લાગેલા તમામ આરોપો સાબિત થયા હતા. આરોપોથી ક્ષુબ્ધ થઇને એસપીએ સિપાહીને બર્ખાસ્ત કરી દીધો. ત્યાર બાદ એસપી, ઇન્સપેક્ટર વગેરેએ બદલાની ભાવનાથી તબક્કાવાર કોન્સ્ટેબલને ફસાવવા માટે ખોટા કેસો દાખલ કર્યા, તે ન થઇ શક્યું તો અપહરણ અને હત્યાના પ્રયાસો કર્યા. આ દરમિયાન કોન્સ્ટેબલનો સાથ આપનારા 4 લોકોની હત્યા થઇ ગઇ. અનેક વખત ફરિયાદ છતા કેસ દાખલ થયો નહોતો.

આ પણ વાંચો : પુષ્પારાજના તૂફાનને જોઈ વિક્કી કૌશલે પીછેહઠ કરી, આ તારીખે રિલીઝ થશે છાવા

Tags :
Advertisement

.

×