Natonal : કોંગ્રેસે PM મોદીને 'ગાયબ' બતાવ્યા, ભાજપે પલટવાર કરતા કહ્યું, આ 'સર તન સે જુદા' જેવી હરતક
- કોંગ્રેસે ટ્વીટર - એક્સ પર ગાયબ નામનું પોસ્ટર મુકતા જ વિવાદ સર્જાયો
- ભાજપે વળતો પ્રહાર કરતા રાજકીય ગરમાવો આવ્યો
- કોંગ્રેસના નેતાઓની કરતુતોને ટાંકીને ભાજપે બરાબર ઘેર્યા
National : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ કોંગ્રેસે (Congress) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વીટરની પોસ્ટ (Twitter / X Post) માં પીએમ મોદીનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમનું માથું, હાથ અને પગ ગાયબ છે. સાથે જ લખ્યું છે કે, જવાબદારી સમયે ગાયબ (GAYAB). આ મામલે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન આતંકવાદની ડિપસ્ટેટનું ટુલકિટ બની ગઈ છે.
તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે ?
આ ઘટના અંગે ભાજપના સાંસદે કહ્યું કે, કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું પડી રહ્યું છે ? તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે ? શું તેઓ ભારતીયોને લોહી વહેતા જોઈને ગુસ્સે નથી થતા ?
કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે
ભાજપના સાંસદે વધુમાં કહ્યું કે, તેમના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે કહ્યું હતું કે, પાકિસ્તાનનું સાંભળો, તેને પાણી આપવાનું બંધ ના કરો. કોંગ્રેસ કોની સાથે ઉભી છે ? ભારતની કે પાકિસ્તાનની ? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે કોંગ્રેસ પ્રશ્નો ઉભા કરે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
મુસ્લિમ વોટ બેંક મેળવવાનો પ્રયાસ
બીજી તરફ ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસે જે રીતે 'સર તન સે જુદા' ની તસવીરનો ઉપયોગ કર્યો છે, આ માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ મુસ્લિમ વોટ બેંક મેળવવાનો પ્રયાસ છે, તેમાં હવે કોઈ શંકા નથી. આ વડાપ્રધાન સામે છુપી ઉશ્કેરણી છે. કોંગ્રેસે આવી રણનીતિ પહેલી વખત નથી અપનાવી.
કોંગ્રેસ અને પાકિસ્તાનના આતંકના ડિપ સ્ટેટ વચ્ચે જુગલબંધી
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાન પાસેથી આદેશો લઈ રહી છે. અગાઉ ભૂતપૂર્વ પાકિસ્તાની મંત્રીએ કોંગ્રેસ પાર્ટીના ટ્વીટને ટાંકીને કહ્યું હતું. આજે રાષ્ટ્ર સમક્ષ સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના આતંકના ડિપ સ્ટેટ વચ્ચે જુગલબંધી ચાલી રહી છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા હોય કે કોંગ્રેસના જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ બંને પાકિસ્તાન સાથે વાત કરવાનું જણાવી રહ્યા છે. આજે કોંગ્રેસનું વર્તન, ચરિત્ર અને નીતિ પાકિસ્તાન સમર્થક આતંકી પાર્ટી તરફી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પક્ષનું વર્તન અને ચરિત્ર રાષ્ટ્રવિરોધી છે.
આ પણ વાંચો --- ભારતનો ડિજિટલ પ્રહાર, પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાઝા આસિફનું 'X' એકાઉન્ટ Ban!