Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress Nyay Yatra : આજે મોરબીથી શરૂઆત, Gujarat First ની પીડિત પરિવારો સાથે ખાસ વાતચીત

આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો (Congress Nyay Yatra) પ્રારંભ થયો છે. મોરબીથી (Morbi) કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે. વિવિધ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનો હેતુંથી આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે...
congress nyay yatra   આજે મોરબીથી શરૂઆત  gujarat first ની પીડિત પરિવારો સાથે ખાસ વાતચીત

આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો (Congress Nyay Yatra) પ્રારંભ થયો છે. મોરબીથી (Morbi) કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે. વિવિધ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનો હેતુંથી આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ (Shakti Singh Gohil), અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani), કોંગી આગેવાનો સહિત બ્રિજ દુર્ઘટનાનાં પીડિતો આ યાત્રામાં જોડાશે.

Advertisement

આ પણ વાંચો - Narmada : આજે ગરૂડેશ્વર અને કેવડિયા બંધ, બે આદિવાસી યુવકોના મોત બાદ રાજકારણ ગરમાયું

Advertisement

પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાય યાત્રા

ગુજરાતભરમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ (Congress) દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાય યાત્રા આજે એટલે કે 9 ઓગસ્ટનાં રોજ મોરબીથી શરૂ થઈ છે, જેમાં કોંગ્રેસનાં વિવિધ નેતાઓ જેમ કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા (Amit Chavda) તેમ જ મોરબી કોંગ્રેસનાં આગેવાનો અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનાં પીડિતો જોડાશે. માહિતી મુજબ, કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે, જે ગાંધીનગર (Gandhinagar) સુધી યોજાશે. આજે પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાય યાત્રા યોજાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા પ્રથમ દિવસે મોરબીથી ટંકારા સુધી યોજાશે. મોરબીનાં દરબારગઢ ઝૂલતા બ્રિજ (Morbi Bridge Incident) દુર્ઘટના સ્થળેથી આ ન્યાય યાત્રા શરુ થશે.

આ પણ વાંચો - World Tribal Day : રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી, CM અને ગૃહરાજ્યમંત્રી વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Advertisement

રૂપિયાની જરૂર નથી, અમારે ન્યાય જોઈએ છે : પીડિત પરિવાર

જણાવી દઈએ કે, કોંગ્રેસની ન્યાય યાત્રાની (Congress Nyay Yatra) શરૂઆત પહેલા પીડિત પરિવાર સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ખાસ વાતચીત કરી હતી. પીડિત પરિવારોએ કહ્યું કે, દોઢ વર્ષથી આજે પણ અમે ન્યાયની માગ કરી રહ્યાં છીએ. અમારે રૂપિયાની જરૂરિયાત નથી. અમારે તો બસ ન્યાય જોઈએ છે. પીડિત પરિવારોએ વધુમાં કહ્યું કે, જે પણ જવાબદાર છે જે પણ આરોપી છે તેને ફાંસી આપે એ જ અમારો ન્યાય છે.

આ પણ વાંચો - VADODARA : MSU ગર્લ્સ હોસ્ટેલમાં 10 થી વધુ વિદ્યાર્થીનીઓ પાણી-મચ્છરજન્ય બિમારીનો શિકાર

Tags :
Advertisement

.