Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્ર પટેલે કર્યા મા રેવાના જળના વધામણાં, સરદાર સરોવર ડેમ 138 ને પાર, PM મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા...

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેના પગલે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. આજે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક...
cm ભૂપેન્દ્ર પટેલે કર્યા મા રેવાના જળના વધામણાં  સરદાર સરોવર ડેમ 138 ને પાર  pm મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે. જેના પગલે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. આજે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીએ નર્મદાનાં નીરના વધામણાં કર્યા હતા.

Advertisement

આં અવસરે CM એ કહ્યું કે, વૈશ્વિક નેતા અને આપણા સૌના લાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ અને ઈચ્છાશક્તિને કારણે નર્મદા ડેમની તાકાત વધી. આજે નર્મદા ડેમ 138.68 મીટરની ક્ષમતા સાથે છલકાયો છે.

Advertisement

મહત્વનું છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાં કરવા માટે એકતાનગર પહોંચ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક જળ સપાટીએ છલકાઇ રહ્યો છે. હાલ નર્મદા નદીની જળ સપાટી 138.68 મીટર પર પહોંચી છે.

Advertisement

આ પણ વાંચો : Gujarat Rain : અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, લોકોને ગરમીથી મળી રાહત, ખેડૂતોમાં ‘આનંદો’

Tags :
Advertisement

.