CM Bhupendra Patel નો સરળ સ્વભાવ ફરી આવ્યો સામે, 'કોમન મેન' બની પૌત્ર સાથે ફટાકડા ખરીદ્યા
- ફરી એકવાર પોતાની સાહજિકતાનો પરિચય આપતા CM Bhupendra Patel
- પૌત્ર સાથે ફટાકડા ખરીદવા પહોંચ્યા હતા CM ભૂપેન્દ્ર પટેલ
- કોઈપણ ઔપચારિકતા વગર જ કરી ફટાકડાની ખરીદી
- 'દાદા' એ પૌત્ર સાથે ફટાકડા ફોડીને પ્રકાશ પર્વની ઉજવણી કરી
ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી (Diwali 2024) સૌ માટે વિશેષ પર્વ છે, જેની ઉજવણીમાં સામાન્યથી લઈને વિશેષ વ્યક્તિ પણ સહજભાવે જોડાય છે. વ્યક્તિ કોઈપણ હોય પરંતુ આ પ્રકાશ પર્વની ઉજવણીમાં પોતાનાં પરિવાર, સ્વજનો અને વ્હાલસોયા, ભૂલકાંઓ સાથે ઉજવે તેની ખુશી કંઈક જુદી જ હોય છે. આવી જ રીતે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોતાની સાહજિકતા, સરળતા અને નિખાલસતાનો પરિચય આપ્યો છે.
આ પણ વાંચો - Diwali પહેલા પ્રાથમિક શાળાનાં શિક્ષકોને સરકારે આપી મોટી ભેટ! કરી આ મહત્ત્વની જાહેરાત
પૌત્ર સાથે ફટાકડા ખરીદવા પહોંચ્યા હતા CM ભૂપેન્દ્ર પટેલ
જણાવી દઈએ કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા હતા. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે કોઈપણ પ્રકારનો સિક્યોરિટી કાફલા જોવામ મળ્યો નહોતો. કોઈ પણ પ્રકારનાં પ્રોટોકોલ વગર પોતાનાં પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા સીએમ પહોંચ્યા હતા.
CM Bhupendra Patel એ પૌત્ર સાથે ફટાકડા ફોડીને પ્રકાશ પર્વની ઉજવણી કરી | GujaratFirst@Bhupendrapbjp #CMBhupendraPatel #DiwaliCelebration #FamilyCelebration #GujaratFirst pic.twitter.com/hss3LiAwF3
— Gujarat First (@GujaratFirst) October 29, 2024
આ પણ વાંચો - Rajkot : રોજગાર મેળામાં CR પાટીલના કોંગ્રેસ પર કટાક્ષ! કહ્યું - પહેલા સક્ષમ યુવાઓને..!
'દાદા' એ પૌત્ર સાથે ફટાકડા ફોડીને પ્રકાશ પર્વની ઉજવણી કરી
એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ફટાકડાની ખરીદી કર્યા બાદ પરિવારજનો સાથે હર્ષોલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની (Diwali 2024) ખુશી પણ મનાવી હતી. દાદાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ મુખ્યમંત્રી નહીં પરંતુ એક સાચા 'કોમન મેન' છે. જણાવી દઈએ કે, ગઈકાલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ફટાકડાની ખરીદી કરી હતી.
આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલે 4 મનપા, 4 ન.પા. ને દિવાળી ભેટ આપી, 502 કામો માટે રૂ.1664 કરોડની ફાળવણી