PM Modi એ જે શાળામાં શિક્ષણ મેળવ્યું તેની મુલાકાત મુખ્યમંત્રીએ લીધી
- મુખ્યમંત્રીએ પ્રેરણા શાળાની મુલાકાત લીધી
- આ શાળાની દેશના 660 વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી
- 330 જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ ચૂક્યા
CM Bhupendra Patel Visit Prerna School : તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડનગરની પ્રેરણા સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. આ શાળામાં બાળપણના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાનારીરી મહોત્સવ 2024માં એવોર્ડ અર્પણ કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રીએ પ્રેરણા સ્કૂલની મુલાકાત લઇને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ શાળાની દેશના 660 વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરણા સ્કુલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો. આ પ્રેરણા સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રદેશની કલાત્મક વસ્તુઓ મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જ્યાંથી શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની કુમાર શાળા-૧ ને "પ્રેરણા" સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવી છે. આજે આ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી. અહીં દેશના વિવિધ… pic.twitter.com/T3MQiojeKy
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 11, 2024
આ પણ વાંચો: ગાંધીધામમાં અગમ્ય કારણોસર કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી
330 જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ ચૂક્યા
તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરણા શાળાના ડાયરેક્ટર ડૉ. રત્નાકરન સાથે પણ સંવાદ કર્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, વડનગરની પ્રેરણા શાળામાં મૂલ્ય આધારિત શિક્ષાને પ્રદાન કરવામાં આવે છે. ત્યારે આ શાળાની દેશના 330 જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે. આશરે આ શાળાની દેશના 660 વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટરોએ હડતાળની આપી ચીમકી, PGVCL કચેરીએ રજૂ કર્યો પત્ર