Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈ પહોંચ્યા, Ratan Tata ના પાર્થિવ દેહને પાઠવ્યા શ્રદ્ધાસુમન, CR પાટીલે કહી આ વાત

CM ભૂપેન્દ્ર પટેલે Ratan Tata ને પાઠવી શ્રદ્ધાંજલિ રતન ટાટાના પાર્થિવ દેહને પાઠવ્યા શ્રદ્ધાસુમન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વ્યક્ત કર્યું દુઃખ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા...
cm ભૂપેન્દ્ર પટેલ મુંબઈ પહોંચ્યા  ratan tata ના પાર્થિવ દેહને પાઠવ્યા શ્રદ્ધાસુમન  cr પાટીલે કહી આ વાત
  1. CM ભૂપેન્દ્ર પટેલે Ratan Tata ને પાઠવી શ્રદ્ધાંજલિ
  2. રતન ટાટાના પાર્થિવ દેહને પાઠવ્યા શ્રદ્ધાસુમન
  3. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વ્યક્ત કર્યું દુઃખ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રૂપના સ્વ. રતન ટાટાને (Ratan Tata) શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે મુંબઈ પહોંચ્યા છે. અહીં, સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરિમન પોઈન્ટ, મુંબઈ (Mumbai) ખાતે રાખવામાં આવ્યો છે ત્યાં મુખ્યમંત્રીએ પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કર્યા હતા અને ભાવાંજલિ આપી હતી.

Advertisement

આ પણ વાંચો - Ratan Tata ને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે ગુજરાતમાં રાજકીય શોક

Advertisement

CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલિ

મંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) ગત મોડી રાતે 86 વર્ષીય રતન ટાટાએ (Ratan Tata) અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સમગ્ર વિશ્વમાં ભારે ગમગીની છવાઈ છે. આજે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકોએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Ratan Tata ને ભારત રત્ન આપવાનો મહારાષ્ટ્ર સરકારનો ઠરાવ

Advertisement

તેમનું જીવન સાદગી, સેવા અને સમર્પણનું પ્રતિક : CR પાટીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મુંબઈનાં નરિમન પોઈન્ટ ખાતે આવેલા નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન પહોંચી પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કર્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. બીજી તરફ કેન્દ્રીય જળશક્તિમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલએ (CR Patil) પણ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, રતન ટાટાના (Ratan Tata) નિધનના સમાચારથી આઘાત લાગ્યો છે. તેમના દુરંદેશી નેતૃત્વ અને સમાજ સેવાએ મિસાલ ઊભી કરી છે. તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેમણે સમાજ કલ્યાણનાં ક્ષેત્રમાં અગણિત યોગદાન આપ્યું છે. સીઆર પાટીલે આગળ લખ્યું કે, તેમનું જીવન સાદગી, સેવા અને સમર્પણનું પ્રતિક છે. રતન ટાટાના (Ratan Tata) જવાથી ભારતીય ઉદ્યોગ જગતને મોટી ખોટ પડી છે. ભારતીય ઉદ્યોગ જગતને પડેલી ખોટ ક્યારેય નહીં પુરાય. તેમના આત્માને શાંતિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના.

આ પણ વાંચો - Ratan Tata ના અંતિમ સંસ્કાર પારસી રિવાજ મુજબ કેમ નહી કરાય..?

Tags :
Advertisement

.