ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Floods: CM ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી મુખ્યમંશ્રી આજે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા Gujarat Floods:ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે....
05:09 PM Aug 26, 2024 IST | Hiren Dave
CM Bhupendra Patel High-level Meeting
  1. ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
  2. ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
  3. મુખ્યમંશ્રી આજે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા

Gujarat Floods:ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 224 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CMBhupendraPatel)સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ(Meeting) યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.

CM ભુપેન્દ્ર પટેલે  ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાનીના થાય તે હોવી જોઈએ. તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરોને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.

આ પણ  વાંચો -Gujarat: રાજ્યમાં વરસાદને લઇ ગંભીર આગાહી, જાણો શું કહ્યું અંબાલાલ પટેલે

ગુજરાત વરસાદ અપડેટ

હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા

હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.
સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74% એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

આ પણ  વાંચો -Ahmedabad: અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ; ભારે વરસાદથી તંત્ર સજ્જ, સાવચેત રહેવા સૂચના

સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી

સમગ્ર રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી 6977 ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.
એટલું જ નહીં 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રીપેર કરી દેવાયા છે.મુખ્યમંત્રીશ્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા ૫૨૩ માર્ગો બંધ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.તદનુસાર મુખ્યમંત્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

આ પણ  વાંચો -મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જારી, અવિતર વરસાદને પગલે પાણી ભરાયા

સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જ

મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકોના કરવામાં આવેલા સ્થળાંતરની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી.તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.મુખ્ય સચિવ રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Tags :
Bhupendra Patel Rain MeetingCM Bhupendra Patel High-level MeetingCM Reviews Heavy Rain SituationCMBhupendraPatecollectorforecastGandhinagarGandhinagar Meeting Heavy RainGujaratGujarat Heavy rain UpdateGujaratFirstheavyrainMeetingNDRFPM Narednra ModiRainfallSDRFWeather
Next Article