ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Rajkot: ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ખુલાસો, હજુ તપાસમાં અન્ય લોકોનાં નામ ખુલવાની શક્યતા

રાજકોટમાં બે ઈન્ફ્લુએન્સર વિરૂદ્ધ ફરિયાદ મુદ્દે ખુલાસો થયો છે. આરોપીઓ સામે પોલીસે ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરવા બાબતે ગુનો નોંધ્યો છે.
09:31 PM Apr 21, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
rajkot crime news gujarat first

જો તમે યુવા દીકરા દીકરીઓના માતા પિતા હોય તો આ સમાચાર તમારા માટે છે. રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ (Rajkot City Crime Branch) દ્વારા બે જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Influencer) ની ધરપકડ કરવામાં આવી છે. બંને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર (social Media Influencer) ના ફોલોવર્સ હજારો તેમજ લાખોમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમની તપાસમાં બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અન્ય વ્યક્તિઓને ઓનલાઈન ગેમિંગ ( (Online Gaming)) ના રવાડે ચડાવી પોતે ઘર બેઠા લાખો રૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવ્યું છે.

ઓનલાઇન ગેમિંગ (Online Gaming)નું પ્રમોશન કરવા બાબતે ગુનો નોંધાયો

છેલ્લા કેટલાય સમયથી યુવાધનને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવતી અનેક એડવર્ટાઈઝમેન્ટ જુદા જુદા માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતી જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ((Rajkot City Crime Branch))દ્વારા ઉદાહરણ રૂપ બે જેટલા ગુના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા છે. સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો દ્વારા ઓનલાઇન ગેમ્બલિંગ ફેસેલીટી પ્રોવાઇડ કરતી વેબસાઈટ તેમજ એપ્લિકેશનની લીંક બાબતેનું પ્રમોશન કરી ઘર બેઠા લાખો રૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચ DCP ડો.પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન

મીડિયા સાથે વાતચીતમાં ડીસીપી ક્રાઈમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ(Dr. Partharajsinh Gohil) ના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (Rajkot City Cyber ​​Crime Police Station)ના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓનલાઇન ગેમ્બલિંગ બાબતેની વેબસાઈટ તેમજ એપ્લિકેશનની લીંક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રમોશન કરી રહ્યા છે. જે બાતમીના આધારે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવતા instagram આઈડી ધરાવનાર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પોતાની આઈડી ઉપર ઓનલાઈન ગેમ્બલિંગ લગતું પ્રમોશન કરવામાં આવતું હતું.

પ્રમોશનના 7 હજાર, લિંક જોઈ જે ગેમ રમે તેનું કમિશન અલગથી

ત્યારે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (Rajkot City Cyber ​​Crime Police Station) ખાતે બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવીને તેમની પૂછપરછ કરતા તેઓ ઓનલાઇન ગેમિંગ (Online gaming)ના પ્રમોશન માટે રીલ બનાવતા હતા. તેમજ રીલ બનાવવા માટે અંદાજિત પ્રતિ રીલ 7,000 રૂપિયા જે તે ગેમ્બલિંગ એપ્લિકેશન તેમજ વેબસાઈટ સાથે સંકળાયેલા લોકો દ્વારા પૈસા આપવામાં આવતા હતા. તેમજ જ્યારે તેમના કોઈ ફોલોવર્સ તેમના instagram આઈડી મારફતે ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશનમાં આઈડી બનાવી રૂપિયાની હાર જીત કરે તે અંતર્ગત પણ તેમને કમિશન મળતું હતું. આમ, પોતાના માધ્યમથી અન્ય લોકો જ્યારે ઓનલાઇન ગેમ્બલિંગ સાથે વધુ અને વધુ જોડાતા હતા તેમ તેમ બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વધુ અને વધુ કમિશન હાર જીત થતા મળતું હતું. ત્યારે બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12(A) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી વિરુદ્ધ નોંધાયા હતા ગુના

સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા દીપ ગોસ્વામી (Deep Goswami)નો મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. દીપ ગોસ્વામીના instagram આઈડી ઉપર 322K ફોલોવર્સ હોવાનું સામે આવ્યું છે. તેમજ ધાર્મિક વાઘાણી નામના વ્યક્તિના instagram આઈડી ઉપર પણ ઓનલાઇન ગેમિંગની પ્રમોશનને લગતી વેબસાઈટની લીંક મૂકવામાં આવી હતી. જે બાબતે તેની પૂછપરછ કરતા તે પોતે જુગાર રમવા બાબતનું પ્રમોશન કરવા માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. તેમજ ધાર્મિક વાઘાણી નામના વ્યક્તિના instagram આઈડી ઉપર 95.4K ફોલોવર્સ હોવાનું સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં જ ગોસ્વામીના એકાઉન્ટમાં છેલ્લા છ મહિનામાં અંદાજિત સાડા સાત લાખ રૂપિયા જેટલી રકમ પ્રમોશન તેમજ કમિશન બાબતે જમા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે તે પૈસાનો ગોસ્વામી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે કોઈ ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતે હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમજ હાલ દાખલ કરવામાં આવેલા જુગારધારાના કેસ બાબતે પણ જે કોઈપણ વ્યક્તિની સંડોવણી જણાશે તેમની વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Jamnagar: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ મોટા સમાચાર, પ્રવાસીઓને પરત લાવવા માટે રાજય સરકારના પ્રયાસો

અન્ય લોકોના નામ ખુલશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે

સાઇબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં જે તે ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશન સાથે સંકળાયેલા લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો instagram તેમજ ટેલિગ્રામ મારફતે સંપર્ક કરતા હતા. સંપર્ક કર્યા બાદ તેઓ રીલ બનાવવાનું કહેતા હતા. તેમજ રીલ બનાવ્યા બાદ પોતાના instagram આઈડી મારફતે જેટલા વ્યક્તિઓ પોતાનું ગેમ્બલિંગ વેબસાઈટ ઉપર આઈડી ક્રિએટ કરે તેમ જ હાર જીત કરે તે મુજબ તેમને કમિશન પણ આપવામાં આવતું હતું.

આ પણ વાંચોઃ Tapi: શાળાઓમાં ધર્મને લઈ પ્રવૃતિ ન કરાવવા મામલો, જીલ્લા શિક્ષણાધિકારીએ આપ્યું નિવેદન

Tags :
Deep GoswamiDr. Partharajsinh GohilGujarat FirstGUJARAT FIRST NEWSInfluencerOnline GamingRajkot City Crime BranchRajkot Crime BranchRajkot Newsrajkot policeReligious Vaghani