KABUTARBAJI : 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા
ફ્રાંસમાં ગેરકાયદે અમેરિકા જવાનો મામલો
21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા
મુસાફરો પાટણ, બનાસકાંઠા,આણંદના
તમામ મુસાફરો મુંબઈ પહોંચ્યા હતા
એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઈ
CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ
પરિવાર નિવેદનો લઈને CIDની તપાસ
4 DYSPની 16 પોલીસ અધિકારીની ટીમની તપાસ
ભોગ બનનારના પરિવારના નિવેદન લઈને તપાસ
મધ્ય અમેરિકા તરફ જઇ રહેલા વિમાનને ફ્રાંસમાં અટકાવાયા બાદ માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના આ ચોંકાવનારા મામલામાં વિમાનમાં 21 ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે. આ મુસાફરો પાટણ, બનાસકાંઠા અને આણંદના હોવાનું બહાર આવ્યું છે.
CID ક્રાઇમ દ્વારા આ યુવકોના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા
ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના મામલામાં હવે રાજ્યની CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. CID ક્રાઇમ દ્વારા આ યુવકોના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે. મામલાની તપાસ માટે 4 DYSPની 16 પોલીસ અધિકારીની ટીમ બનાવાઇ છે. પરિવારજનોના નિવેદનના આધારે આ માનવ તસ્કરીના રેકેટમાં ગુજરાતના ક્યા ક્યા શખ્સો સામેલ છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.
અલગ અલગ એજન્સી અને સરકારના વિભાગો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે
પોલીસે જણાવ્યું કે કથિત રીતે માનવ તસ્કરીની શંકાના કારણે ફ્રાન્સથી ભારત પરત આવેલા વિમાનના મુદ્દે ગુજરાત પોલીસ સંબંધિત કેન્દ્રીય એજન્સીના સંપર્કમાં છે. આ બનાવ અંગે અલગ અલગ એજન્સી અને સરકારના વિભાગો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તમામ હકિકતો સામે આવ્યા બાદ જો કોઇ ગેરકાયદેસર કૃત્ય થયેલું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
21 જેટલા ગુજરાતી મુસાફરો
અગાઉ મહેસાણાનો કિરણ પટેલ આ રેકેટમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. એજન્ટોએ કટલા પૈસા લીધા હતા અને ક્યા પ્રકારના વાયદા કર્યા હતા તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં 303 પ્રવાસી સવાર હતા જેમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ બહાર આવ્યા છે.
ફ્રાંસમાં વિમાન અટકાવાયું હતું
રોમાનિયન ચાર્ટર કંપની (Romanian Charter Company) લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસ (France) ના વેટરી એરપોર્ટ (Paris-Vatry Airport) પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત (UAE) થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ (Nicaragua) જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 પ્રવાસી હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ (Anti-Organized Crime Unit JUNALCO) એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશમાં જઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો----KABUTARBAJI : કબુતરબાજીમાં મહેસાણાનો કિરણ પટેલ સામેલ હોવાની શંકા