ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chotaudepur: ભારે વરસાદ બાદ જિલ્લામાં ખેતરોની પરિસ્થિતિ જાણવા ખેતીવાડી વિભાગનો સર્વે

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે પાકને નુકસાન ભારે વરસાદમાં ખેતરોમાં ભરાયા પાણી ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો   Chotaudepur: છોટાઉદેપુર (Chotaudepur)જિલ્લામાં ભારે વરસાદ ( Heavy Rain) ના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં અને પાકને નુકસાન (Crop Camage) પહોંચતાં,...
07:05 PM Aug 30, 2024 IST | Hiren Dave

 

Chotaudepur: છોટાઉદેપુર (Chotaudepur)જિલ્લામાં ભારે વરસાદ ( Heavy Rain) ના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાં અને પાકને નુકસાન (Crop Camage) પહોંચતાં, ખેતીવાડી વિભાગ (Survey of Agricultural Department) દ્વારા ૫૯ ટીમોની રચના કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જીલ્લામાં કપાસ, ડાંગર, સોયાબીન, મકાઈ અને તુવેર જેવા ખરીફ પાકોનું 95 ટકા વાવેતર પૂર્ણ થયું છે. આ વરસાદના કારણે પાકો પર કેવી અસર થઈ છે તે જાણવા માટે ગ્રામ્ય કક્ષાએ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે.

વરસાદી તબાહી અને અતિ ભારે વરસાદનો પ્રભાવ

છેલ્લા અઠવાડિયામાં છોટાઉદેપુર (Chotaudepur)જિલ્લામાં 71 ઇંચ વરસાદ નોંધાતા વિસ્તારના રોડ અને પુલોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે 70 વર્ષ જૂના પુલની તોડફોડ થઈ, જે 2024ના વરસાદને અંતિમ સાક્ષી તરીકે ઓળખાય છે. જો કે, હાલ વરસાદે વિરામ લેતા જનજીવન ધીમે ધીમે સુધરી રહ્યું છે, અને ખેડૂતોને તેમના ખેતરોમાંથી વધારાના પાણીના નિકાલ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ પણ  વાંચો-Vadodara: રાજય સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરાશે

ખેડૂતોને સહાય અને પાકોના સર્વેની કામગીરી

ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં થયેલા નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ખેતી નિષ્ણાતો અને વિસ્તરણ અધિકારીઓ ખેડૂતોની મદદ માટે ખેતરોમાં પહોંચ્યા છે, અને જમીનમાંથી વધારાના પાણીના નિકાલ માટે પણ માર્ગદર્શન આપી રહ્યા છે. આ કાર્ય દ્વારા પાકના નુકસાન અને ખેડૂતોને નુકસાની વિમોચન માટે આગામી પગલાં લેવામાં આવશે.

આ પણ  વાંચો-Gujarat: 176 ટકા વરસાદ સાથે કચ્છ ઝોનમાં સૌથી મોખરે, આ વિસ્તારમાં સરેરાશ માત્ર એક ટકા જેટલો વરસ્યો

ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત

ત્યારે જિલ્લામાં નોંધાયેલ ભારે થી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હાલ વરસાદી વિરામ લીધો છે. ત્યારે જિલ્લામાં વધુ વરસાદને કારણે પાકની પરિસ્થિતિનો પ્રાથમિક અંદાજ મેળવવા જિલ્લા ખેતીવાડી અધિકારી , મદદનીશ ખેતી નિયામકશ વિસ્તરણ અધિકારી , ગ્રામ સેવક તેમજ ખેતીવાડી વિભાગના ક્ષેત્રીય સ્ટાફ દ્વારા ખેતરોની મુલાકાત લઇ ખેતરમાંથી વધારાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તો ખેતીમાં નુકસાન અંગેનો સર્વે કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ -તૌફિક શેખ- છોટાઉદેપુર 

Tags :
ChotaudepurCMOcollectorchhotaudepurcrop damageGujarat Firstgujaratinformationheavy rainSurvey of Agricultural DepartmentWater in fields
Next Article