Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chimer Water Fall Gujarat: ચિમેર ધોધ ફરી જીવંત થયો, Gujarat Tourism મે કર્યો Tweet, જુઓ Video

  ગુજરાતમાં વરસાદનો (Gujarat Rain) બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, ક્યાં વરસાદે તબાહી નોંતરી રહ્યો છે, તો વળી ક્યાંક કુદરતી સૌંદર્યને ખીલવી રહ્યો છે. આ બધાની વચ્ચે...
11:31 AM Jul 06, 2023 IST | Hiren Dave

 

ગુજરાતમાં વરસાદનો (Gujarat Rain) બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાત ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, ક્યાં વરસાદે તબાહી નોંતરી રહ્યો છે, તો વળી ક્યાંક કુદરતી સૌંદર્યને ખીલવી રહ્યો છે. આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આવેલા ધોધ ફરી એકવાર ચોમાસામાં એક્ટિવ થઇ ગયા છે. ડાંગ જિલ્લામાં આવેલો ચિમેર ફરી જીવંત થયો છે, અને ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આ વરસાદી વાતાવરણમાં ગુજરાત ટૂરિઝમ  (Gujarat Tourism) વિભાગે ચિમેર ધોધના (Chimer Water Fall)નયનરમ્ય દ્રશ્યોનો એક ખાસ વીડિયો Tweet  કર્યો છે, જે ખરેખરમાં મનમોહક છે. જુઓ..

 

દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે, અને કેટલાક વિસ્તારોમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધોધના પાણીમાં વધારો થઇ રહ્યો છે, આજે તાપીમાં પડેલા ભારે વરસાદે જિલ્લાના મોટા ભાગના ધોધને જીવંત કરી દીધા છે. મહત્વનું છે કે, જિલ્લાના સોનગઢ સહિત ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચીમેર ધોધ ચોમાસામાં સક્રિય થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ

રાજ્યમાં વરસાદના ટૂંકા વિરામ બાદ આજથી ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. હવામાન વિભાગે ફરી એકવાર આફતની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજથી ફરી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ 7 અને 8 જુલાઈના ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યકત કર્યું છે. તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ગઈકાલથી અત્યાર સુધીના 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો.

આ પણ   વવાંચો -SURAT : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ફરી એકવાર વરસાદની આગાહી

Tags :
Ahmedabad rainChimerChimer WaterFallChimer WaterFall activeDamGujaratgujarat rain forecastheavy rainMonsoonmonsoon2023MonsoonseasonMonsoonVibesRainrain forecastRain updatesRain-AlertRainfallrainfall dataujarattourismWeather
Next Article