Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM એ ભારતના 'રતન' ને આપી શ્રદ્ધાંજલિ

રતન ટાટાના નિધનથી દેશમાં શોકની લહેર ભારતના 'રતન'ની 86 વર્ષની વયે દેહવિદાય રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર સવારે 10થી 3.30 વાગ્યા સુધી અંતિમ દર્શન વર્લી સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ...
cm એ ભારતના  રતન  ને આપી શ્રદ્ધાંજલિ
  • રતન ટાટાના નિધનથી દેશમાં શોકની લહેર
  • ભારતના 'રતન'ની 86 વર્ષની વયે દેહવિદાય
  • રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
  • સવારે 10થી 3.30 વાગ્યા સુધી અંતિમ દર્શન
  • વર્લી સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરાશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

CM Bhupendra Patel Tribute to Ratan Tata : ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું છે. રતન ટાટાએ બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે.સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ (CM Bhupendra Patel Tribute to Ratan Tata)અર્પી છે.

Advertisement

સાંજે વર્લી સ્મશાન ઘાટ ખાતે રતન ટાટાના અંતિમ સંસ્કાર

આજે પૂરા રાજકીય સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત સરકાર વતી રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.સાંજે વર્લી સ્મશાન ઘાટ ખાતે રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો---Ratan Tata એ ફોર્ડ મોટરના માલિકને બતાવી દીધી હતી ઔકાત....

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી

ભારતના 'રતન'ની 86 વર્ષની વયે દેહવિદાય થતાં સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે X પર પોસ્ટ લખી રતન ટાટાને પુષ્પાંજલિ અર્પી હતી.

Advertisement

હર્ષભાઇ સંઘવીએ પણ શ્રદ્ધાજંલિ અર્પણ કરી

ભારતના 'રતન' ને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. તેમણે X પર પોસ્ટ લખી શ્રદ્ધાંજલિ આપી હતી.

શહેરોમાં ગરબા રોકીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ

બીજી તરફ રતન ટાટાના નિધનના સમાચાર મળતા અમદાવાદમાં વસતા પારસી સમુદાયમાં પણ શોકનો માહોલ છે. રાજ્યભરમાં રાત્રે રતન ટાટાના નિધનના સમાચાર પ્રસરતા મોટા ભાગના શહેરોમાં ગરબા રોકીને રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે. સુરતના સરસાણામાં ગરબા રોકી 2 મિનિટ મૌન પાળી રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચો---Ratam Tata : જો ભારત-ચીન યુદ્ધ ન થયું હોત તો ટાટાના લગ્ન થયા હોત

Tags :
Advertisement

.