Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોટાઉદેપુર : જિલ્લાના બે કોંગીદિગ્ગજ નેતા કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાર્ટીને ઝટકો

છોટાઉદેપુર જિલ્લાના વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાએ કેસરિયા ધારણ કરતા જિલ્લા કોંગ્રેસ મહુડી મંડળમાં સોપો પડી ગયો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા રામસિંહ રાઠવા જણાવેલ કે હવે છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ કિનારે લાગી છે. તેવામાં કોંગ્રેસના નેતા અર્જુનભાઇ રાઠવાએ...
06:35 PM Feb 27, 2024 IST | Harsh Bhatt

છોટાઉદેપુર જિલ્લાના વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાએ કેસરિયા ધારણ કરતા જિલ્લા કોંગ્રેસ મહુડી મંડળમાં સોપો પડી ગયો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા રામસિંહ રાઠવા જણાવેલ કે હવે છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ કિનારે લાગી છે. તેવામાં કોંગ્રેસના નેતા અર્જુનભાઇ રાઠવાએ જણાવેલ કે કોઈના આવવા જવાથી કોંગ્રેસ પક્ષને કોઈ ફેર પડતો નથી.થોડા સમય પહેલા સંખેડા બેઠક ઉપરથી ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ દ્વારા પણ ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના બે કોંગીદિગ્ગજ નેતા કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લેતા પાર્ટીને ઝટકો 

છોટાઉદેપુર જિલ્લાના કોંગી બે દિગ્ગજ નેતા દ્વારા કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લેતા જિલ્લા કોંગ્રેસને એક પછી એક મોટા ઝાટકા લાગી રહ્યા છે. વિધાનસભા 2022 ની ચૂંટણી સામે હતી તે વખતે અંતિમ ચરણમાં જ કોંગ્રેસના કદાવર નેતા મોહનસિંહ રાઠવા સહિત તેઓના પુત્રોએ ભાજપામાં પ્રવેશ મેળવી લેતા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો હતો. અને તે જ પ્રમાણે હાલ લોકસભા 2024 સામે છે. તેવામાં બીજા કદાવર નેતા નારણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપામાં પ્રવેશ લેતા રાજકીય મોરચે હડકંપ મચી જવા પામેલ છે.

નારણભાઈ  રાઠવાને ટિકિટ મળશે તેવું અનુમાન

અત્રે મહત્વની વાત એ છે કે, વિધાનસભા ચૂંટણી 2022 માં કોંગ્રેસ છોડી ભાજપામાં પ્રવેશ મેળવનાર મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને વિધાનસભાની ભાજપા તરફથી ઉમેદવારી માટે ટિકિટ ફાળવવામાં આવી હતી. તેવામાં હાલ લોકસભા  2024 ચૂંટણી માંટે ટીકીટ વાછછુક  ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં નારણભાઈ રાઠવાના ભાજપમાં પ્રવેશને લઈ ટિકિટ વાછછુક  ઉમેદવારોનો સ્વભાવિક ઉત્સાહ ઘટ્યા હોવાનું પણ નોંધાઈ રહ્યું છે. ત્યારે રાજકીય પંડિતો પણ નારણભાઈ  રાઠવાને ટિકિટ ફાળવશે તેવું અનુમાન બાંધી રહ્યા છે જોકે હાલ નારણભાઇ રાઠવા કે ભાજપા તરફથી આ અંગે કોઈપણ ફોડ પાડવામાં આવેલ નથી. તો બીજી તરફ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે નારણભાઈ ના કોંગ્રેસ છોડવાથી કોઈ ફેર પક્ષને પડશે નહીં અને આગામી લોકસભા ચૂંટણીમાં દરેક કાર્યકર બમણા ઉત્સાહથી પક્ષ માટે કામ કરશે.

પ્રોફાઈલ

જિલ્લામાં રાઠવા ત્રિપુટીને લઈ કોંગ્રેસનો સુવર્ણકાળ વર્ષો સુધી રહ્યો હતો

છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સમયથી નારણભાઈ રાઠવા ભાજપામાં જોડાશે તેવી અટકળો વહેતી હતી. જેના ઉપર આજે પડદો ઉઠી જતા અને આજે વિધિવત રીતે નારણભાઈ રાઠવા તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપામાં રાષ્ટ્રીય અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કોંગ્રેસને રામરામ કહી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. અત્રે ખાસ એ ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીને લઈ જિલ્લામાં કોંગ્રેસનો સુવર્ણકાળ વર્ષો સુધી રહ્યો હતો. અને દબદબો પણ યથાવત રહ્યો હતો. પરંતુ ત્રિપુટીમાં ભંગાણ સર્જાતા તેના ઘેરા પ્રત્યાઘાત કોંગ્રેસ પક્ષ ઉપર પણ પડ્યા હોવાનું રાજકીય પંડિતો નોંધી રહ્યા છે.

તો બીજી તરફ આ અંગે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જીલ્લામાં કોંગ્રેસ પક્ષ પાસે અનેક નારણભાઈ રાઠવા , સુખરામભાઈ રાઠવા અર્જુનભાઈ રાઠવા છે એટલે કે કોઈના પણ આવવા જવાથી પક્ષને ફેર નહીં પડવા દઈએ અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને સફળ બનાવવાનો પણ હુંકાર ભર્યો હતો.

અહેવાલ - તોફિક શેખ

આ પણ વાંચો -- GUJARAT VIDHANSABHA : નવજાત બાળકોના મોતને લઈને સરકારે ચિંતાજનક આંકડો રજૂ કર્યો

Tags :
BJPChhotaUdepurCongressCR PatilGujaratGujarat FirstLok Sabha 2024MinisterNARAYAN RATHVAPARTY JOINEDPoliticsTRIPUTI
Next Article