Chhattisgarh : બીજાપુર-નારાયણપુર બોર્ડર પર અથડામણ, 12 નક્સલી ઠાર, બે જવાન શહીદ
- બીજાપુર-નારાયણપુર બોર્ડર પર સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ (Chhattisgarh)
- અથડામણમાં 12 જેટલા નક્સલીઓ ઠાર મરાયા, બે જવાન પણ શહીદ થયા
- માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધે તેવી સંભાવના
- સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ કબજે કરાયાં
છત્તીસગઢનાં (Chhattisgarh) બીજાપુર અને નારાયણપુરને અડીને આવેલી મહારાષ્ટ્ર સરહદ (Maharashtra Border) પર સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે અને અથડામણમાં 12 જેટલા નકસલીઓને ઠાર માર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધી શકે છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો પણ કબજે કરાયા છે. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા છે. છત્તીસગઢમાં સુરક્ષા દળ નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે.
આ પણ વાંચો - Delhi Election Result : દિલ્હીમાં 'AAP' ની હાર બાદ Panjab માં થશે મોટો ઉલટફેર! માન સરકાર સામે પડકાર!
સેના સાથે અથડામણમાં 12 નકસલી ઠાર, 2 જવાન શહીદ થયા
પ્રાપ્ત માહિતી અનુસાર, બીજાપુરનાં (Bijapur) ફરસેગઢ પોલીસ મથક નેશનલ પાર્ક વિસ્તારમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની (Chhattisgarh) સરહદ પર સવારથી સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સવારે 8 વાગ્યાથી DRG બીજાપુર, STF, C-60 નાં જવાનો સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું હોવાની પુષ્ટિ થઈ છે. આ અથડામણમાં લગભગ 12 નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સાથે જ દુ:ખદ વાત એ પણ છે આ કાર્યવાહીમાં 2 જવાન પણ શહીદ થયા છે. જ્યારે 2 ઇજાગ્રસ્ત હોવાનું માલૂમ થયું છે.
આ પણ વાંચો - આતિશીએ દિલ્હીના CM પદ પરથી રાજીનામું આપ્યું
નેશનલ પાર્ક વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની મળી હતી માહિતી
માહિતી મુજબ, નેશનલ પાર્ક વિસ્તારમાં (National Park Area) નક્સલવાદીઓની હાજરી અંગેની માહિતીનાં આધારે સંયુક્ત સુરક્ષા દળોની ટીમોને રવાના કરવામાં આવી હતી. દરમિયાન, નેશનલ પાર્ક વિસ્તારમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. એએસપી ચંદ્રકાંત ગોવર્ણાએ જણાવ્યું કે, સવારથી જ ઘર્ષણ ચાલી રહ્યું છે. શક્યતા છે કે ઘણા નક્સલીઓ માર્યા ગયા છે. ઘટના સ્થળે નક્સલીઓનાં મૃતદેહ જોવા મળ્યા છે. તેમની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. આ અંગે વધુ માહિતી ટીમો પરત ફરશે ત્યારે આપવામાં આવશે. વિસ્તારમાં સઘન શોધખોળની કામગીરી હાલ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં એક હોટલમાં ભીષણ આગ, 40 થી વધુ દુકાનો આગમાં લપેટાઈ