Chhattisgarh : એનકાઉન્ટરમાં ચાર નક્સલવાદી ઠાર, LMG ઓટોમેટિક હથિયાર અને BGL લોન્ચર જપ્ત...
છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી INSAS LMG જેવા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. ચારે બાજુથી વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અત્યાધુનિક હથિયારો મળી આવ્યા...
પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એક LMG ઓટોમેટિક હથિયાર, BGL લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી.
બંને તરફથી ગોળીબાર...
અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને સોમવારે નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
ઘણા નક્સલવાદીઓ ભાગવામાં સફળ રહ્યા...
તમને જણાવી દઈએ કે, બંને તરફથી થોડીવાર સુધી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક ઓટોમેટિક લાઇટ મશીન ગન (LMG), 'બેરલ ગ્રેનેડ લોન્ચર' અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટના સાથે, આ વર્ષે અત્યાર સુધીમાં છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુર જિલ્લા સહિત બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 37 નક્સલવાદીઓ માર્યા ગયા છે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. સુકમા જિલ્લો બસ્તર લોકસભા ક્ષેત્રમાં છે જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે.
આ પણ વાંચો : Accident : ચિત્રકૂટમાં ગંભીર અકસ્માત, ડમ્પરે ઓટો રિક્ષાને મારી ટક્કર, 5 લોકોના મોત
આ પણ વાંચો : Agra – Lucknow Expressway : લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે આજથી 10 દિવસ માટે બંધ રહેશે, જાણો શું છે કારણ…
આ પણ વાંચો : EPFO એ PF સંબંધિત આ નિયમો બદલ્યા, કર્મચારીઓને થશે ફાયદો…