Cyclone Fengal ના કારણે વિમાનને ક્રેશ થતા કંઈક આ રીતે બચાવ્યું
- Indigo Plane એ Chennai માં હાલાકી ભોગવી
- વિમાન લેન્ડિંગના સમયે હવામાં ક્રેશ થવાની કગારે આવ્યું
- અગાઉથી Pilotને આ પ્રકારની તાલીમ મળેલી હોય છે
Chennai Indigo Plane Video : વર્ષ 2024 માં અનેક ભયાવહ અને જોઈને હચમચાવી નાખે તેવા વિમાન સાથે અકસ્માત થયા છે. તે ઉપરાંત હજું પણ અવાર-નવાર આપણને વિમાન અકસ્માતની માહિતીઓ મળતી રહી છે. તે ઉપરાંત આ ઘટનાઓના ભયાનક વીડિયો પણ આપણી સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ભારતમાંથી સામે આવ્યો છે. જોકે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો Chennai માંથી એક દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેથી આ ઘટના Chennai માં બની છે.
Indigo Plane એ Chennai માં હાલાકી ભોગવી
એક અહેવાલ અનુસાર, Indigo Plane એ તાજેતરમાં Chennai ના હવાઈ મથક ઉપર લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ત્યારે અચાનક હવામાં Indigo Plane નું સંતુલન બગડી જાય છે. તેના કારણે અચાનક વિમાન જાહેર સ્થળ પર ક્રેશ થવાની કગાર ઉપર આવી જાય છે. પરંતુ સમયને ધ્યાનમાં રાખીને અને પોતાના કૌશલ્ય સહિત સમજણપૂર્વક Pilot વિમાનને ક્રેશ થતા અટકાવે છે. અને ફરી એકવાર હવામાં યોગ્ય રીતે ઉડાન ભરાવે છે. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો વ્યક્તિ દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: યુવતીઓએ ન્હાવાના ટોવેલ પહેરી વૃદ્ધોને મેટ્રો સ્ટેશન અને ટ્રેનમાં કર્યા ખુશ
Abolsutely insane videos emerging of planes trying to land at the Chennai airport before it was closed off… Why were landings even attempted in such adverse weather? pic.twitter.com/JtoWEp6Tjd
— Akshita Nandagopal (@Akshita_N) December 1, 2024
વિમાન લેન્ડિંગના સમયે હવામાં ક્રેશ થવાની કગારે આવ્યું
જોકે તમિલનાડુમાં ગત દિવસો એક ભયાનક ફેંગલ તોફાનને કારણે વાતાવરણમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે ગત દિવસોમાં મોટાભાગની હવાઈ મુસાફરી સાઉથ વિસ્તારમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. તો આ ફેંગલ તોફાના શાંત થયા બાદ પણ તેની જે થોડી અસર બાકી રહી ગઈ હતી, તેના કારણે વાતાવરણમાં આવેલા પલટોને કારણે Indigo Plane ને હાલાકી ભોગવી પડી હતી. આ વિડિયોમાં ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે પ્લેન રનવે પર લેન્ડ કરવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. પરંતુ છેલ્લી ક્ષણે પાઇલટે ટચ ડાઉન કરવાનો નિર્ણય બદલ્યો અને વિમાનને પાછું આકાશ તરફ ઉડાડ્યું.
અગાઉથી Pilot ને આ પ્રકારની તાલીમ મળેલી હોય છે
તો Indigo એ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મુંબઈ-ચેન્નઈ ફ્લાઇટને વરસાદ અને ભારે પવન સહિત પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. તેથી ફ્લાઇટને લેન્ડિંગ માટે હવામાં અમુક ચક્કરો લગાવવા પડ્યા હતા. જે સામાન્ય રીતે જ્યારે સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન હોય ત્યારે કરવામાં આવે છે. વરસાદ અને ભારે પવનના કારણે Chennai એરપોર્ટને બાદમાં બંધ કરવું પડ્યું હતું. આ પહેલા મુંબઈ અને Chennai વચ્ચે ઉડતી ફ્લાઈટ 6E 683 ના કોકપિટ ક્રૂએ 30 નવેમ્બર, 2024 ના રોજ ગો-રાઉન્ડ કર્યું હતું અને બીજી વખત સફળ લેન્ડિંગ કર્યું હતું. એરલાઈને સ્પષ્ટતા કરી હતી કે આવા દાવપેચ પ્રમાણભૂત છે અને પાઈલટને આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Kanwal Aftab MMS થયો લીક, ચોથી પાક. ઈનફ્લુએન્સરનો વીડિયો થયો વાયરલ