Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિલ્ડરના સ્વાંગમાં ગઠીયા : અમદાવાદની ટોળકીએ અનેક રોકાણકારોને રોવડાવ્યા, અન્ય ફરિયાદ કતારમાં

અમદાવાદ શહેર (Ahmedabad City) માં ઠગાઈની એક નવી મોડસ ઓપરેન્ડી (New Modus Operandi) સામે આવી છે. બિલ્ડરના સ્વાંગમાં ફરી રહેલી એક ઠગ ટોળકીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Wing) એ તાજેતરમાં ધરપકડ કરી છે. એક જ મિલ્કત બે...
06:42 PM Oct 05, 2023 IST | Bankim Patel

અમદાવાદ શહેર (Ahmedabad City) માં ઠગાઈની એક નવી મોડસ ઓપરેન્ડી (New Modus Operandi) સામે આવી છે. બિલ્ડરના સ્વાંગમાં ફરી રહેલી એક ઠગ ટોળકીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Wing) એ તાજેતરમાં ધરપકડ કરી છે. એક જ મિલ્કત બે કે તેથી વધુ લોકોને વેચીને છેતરપિંડી આચરવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં એક બિલ્ડર ઠગ ટોળકીએ જે મિલ્કતનું અસ્તિત્વ જ નથી તેનો વેચાણ દસ્તાવેજ કરી આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. પૂર્વ અમદાવાદમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી રેસીડેન્શીયલ-કોર્મશિયલ સ્કીમ મૂકતી હોમ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની (Home Infrastructure) એ અનેક લોકો સાથે ઠગાઈ આચરી છે. અત્યાર સુધીમાં ઠગ બિલ્ડર ટોળકી સામે કુલ બે FIR અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) અને EOW ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ ચૂકી છે.


કેવી રીતે ઠગાઈ આચરતા

મૂળ રાજસ્થાનના અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પ્રદિપ પારીક જુલાઈ-2021માં કાર ખરીદવા શહેરના છેવાડે કઠવાડા વિસ્તારમાં આવેલા શો-રૂમ ખાતે ગયા હતા. કાર ખરીદવા ગયેલા પ્રદીપ પારીકને કાર શો-રૂમની બાજુમાં આવેલા સારથી એનેક્ષી (Sarthi Annexe) માં દુકાન પસંદ આવી ગઈ. બિલ્ડર ઉમેશ રાઠોડ દસેક દિવસ બાદ પ્રદીપભાઈની ઓફિસે આવી વાતચીત કરતા બે દુકાનના સોદા નક્કી થયા હતા. પ્રદીપભાઈએ તેમના પત્ની અને પુત્રના બેંક એકાઉન્ટમાંથી તેમજ રોકડા એમ કુલ 45.85 લાખ ઉમેશને ચૂકવ્યા હતા. થોડાક દિવસો બાદ ઉમેશે નિકોલ સબ રજીસ્ટ્રાર કચેરી (Nikol Sub Registrar Office) માં પ્રદીપ પારીકને બે દુકાનના દસ્તાવેજ કરી આપ્યા હતા. બ્લોક A અને E ના પ્રથમ માળે કોઈ જ દુકાનો નહીં હોવાની જાણકારી મળતા પ્રદીપભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ મામલે EOW એ પ્રદીપભાઈની ફરિયાદ નોંધી ઓમ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના ચાર ભાગીદારોની ધરપકડ કરી છે. ભાગીદાર ઉમેશ અમરશીભાઈ રાઠોડ અને રાજેશ બંને સગાભાઈ છે. નરશીભાઈ ઉર્ફે નરેશ કુબેરભાઈ રાઠોડ ઉમેશના કાકા છે અને બાબુભાઈ કાનજીભાઈ પટેલ ઉમેશના સ્વ. પિતાના મિત્ર છે. ભાગીદારી કરાર અનુસાર ઉમેશ અને રાજેશ 32.5 - 32.5 ટકા, કાકા નરશી રાઠોડનો 20 ટકા અને બાબુભાઈનો 15 ટકાનો હિસ્સો છે.


લેન્ડ ગ્રેબિંગ કેસમાં થઈ ચૂકી છે ધરપકડ

ઠગ બિલ્ડર ટોળકી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગત જુલાઈ મહિનામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ FIR થઈ ચૂકી છે. મૂળ બોટાદના વતની અને હાલ નિકોલમાં રહેતા કમલેશ ડાભીએ નોંધાવેલી ફરિયાદમાં બિલ્ડર ટોળકીએ એક જ મિલ્કત બબ્બે લોકોને વેચી હોવાનો ઉલ્લેખ છે. વર્ષ 2019માં વેચેલી દુકાન વર્ષ 2020માં ફરીથી ઉમેશ રાઠોડે કમલેશભાઈ પાસેથી 70 લાખ મેળવી લઈ દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજ થઈ જતાં કમલેશભાઈએ દુકાન ભાડે આપી દીધી હતી. એક દિવસ બિલ્ડર અને તેમના સાગરીતોએ દુકાનનો કબજો તેમજ બાજુમાં રહેલી 47 વાર ખુલ્લી જગ્યાનો કબજો મેળવી સોસાયટીની કોમન ઓફિસ ચણી નાંખી. આ મામલે FIR થતાં પોલીસે ત્રણ ભાગીદારોની ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે, નિકોલ પોલીસે (Nikol Police) 70 લાખના છેતરપિંડી કેસમાં ફરિયાદીના સસરા નરશીભાઈ ઉર્ફે નરેશ કુબેરભાઈ રાઠોડ (ભાગીદાર) ને સાક્ષી બનાવ્યા છે.


ભોગ બનનારાઓની સંખ્યા વધશે

ઓમ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના ભાગીદારોએ કઠવાડા સારથી એનેક્ષીની મિલ્કત વેચાણના નામે અનેક ઠગાઈ આચરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસને માત્ર બે ભોગ બનનારની ફરિયાદો મળી છે. જો કે, ઠગ બિલ્ડર ઉમેશ રાઠોડે નિકોલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં અસ્તિત્વ ના હોય તેવી મિલ્કતો વેચીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે. ઠગ બિલ્ડર ટોળકી સામે થયેલી કાર્યવાહી બાદ  ભોગ બનનારા અન્ય રોકાણકારો સામે આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો---ACB DECOY : સુરતમાં ટ્રાફિક જવાન લાંચ લેતા ઝડપાયો, રાજ્યભરમાં રોજ લાખો રૂપિયાનો તોડ

 

Tags :
Ahmedabad CityAhmedabad NewsAhmedabad PoliceEconomic Offences WingEOW AhmedabadGujarat SamacharHome InfrastructureLand Grabbing ActNew Modus OperandiNikol Police StationNikol Sub Registrar OfficeNon-existent Properties Selling Scam
Next Article