Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચાંદને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે, રાજધાની 'શિવ શક્તિ' પોઈન્ટ બને, જાણો કોણે કરી આ માંગ

Chandrayaan-3 નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર ઉતરીને ભારતે ઈતિહાસ રચ્યો છે.  ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. વળી, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ...
06:43 PM Aug 27, 2023 IST | Hardik Shah

Chandrayaan-3 નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર ઉતરીને ભારતે ઈતિહાસ રચ્યો છે.  ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. વળી, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ રચતા ઈસરોએ બુધવારે સાંજે લગભગ 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'થી સજ્જ 'લેન્ડર મોડ્યુલ' સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ કર્યું હતું. વળી, ચંદ્ર પર 'શિવ શક્તિ' બિંદુને લઈને અખિલ ભારતીય હિન્દુ મહાસભા/સંત મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ચાંદને હિન્દુ સનાતન રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ

ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી ગયું છે જ્યા પહોંચવું વિકાસશીલ દેશો માટે પણ અઘરું હતું તેને આપણા દેશના વૈત્રાનિકોએ સંભવ બનાવી દુનિયાને બતાવી દીધુ છે કે, ભારત અંતરિક્ષ ક્ષેત્રે પણ પાછળ નથી. જણાવી દઇએ કે, 14 જુલાઈના રોજ લોન્ચ કરાયેલા ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા ચંદ્રની દક્ષિણ તરફ કોઈ પહોંચી શક્યું ન હતું. જોકે, ભારત પહેલા, રશિયાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેના લુના મિશનને મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો, તેથી ભારત આ પરાક્રમ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. હવે આ સફળતા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જણાવી દઇએ કે, આ અંગે સ્વામી ચક્રપાણી મહારાજે 1 મિનિટ 45 સેકન્ડનો વીડિયો બહાર પાડતા કહ્યું કે, "સંસદ ચંદ્રને હિંદુ સનાતન રાષ્ટ્ર જાહેર કરે, ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઈટ "શિવ શક્તિ પોઈન્ટ"ને તેની રાજધાની તરીકે વિકસાવે, જેથી જેહાદી માનસિકતાનો કોઈ આતંકવાદી ત્યાં પહોંચી ન શકે.

શિવશક્તિ પોઈન્ટ પર ભગવાનનું મંદિર બને : સ્વામી ચક્રપાણી મહારાજ

જણાવી દઇએ કે, સ્વામી ચક્રપાણી મહારાજે આ સમગ્ર ઘટના પર કહ્યું કે, ચંદ્રને હવે હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવે. આ સિવાય શિવશક્તિ પોઈન્ટને દેશની રાજધાની જાહેર કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં સ્વદેશ પરત ફર્યા બાદ વૈજ્ઞાનિકોને સંબોધવા માટે PM મોદીએ ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થયું તે સ્થળનું નામ શિવશક્તિ પોઇન્ટ રાખ્યું હતું. તેમણે કહ્યું કે જો શક્ય હોય તો શિવશક્તિ પોઈન્ટ પર ભગવાન શિવ, ગણેશ અને મા પાર્વતીનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. વળી, સ્વામી ચક્રપાણી મહારાજના આ નિવેદન બાદ દરેકના હોશ ઉડી ગયા છે. બીજી તરફ ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પછી સૂર્યનો અભ્યાસ કરવા માટે હવે સૂર્યયાનના પ્રક્ષેપણની તૈયારી શરૂ કરી દીધી છે.

સ્વામી ચક્રપાણીનું ટ્વી

સ્વામી ચક્રપાણી મહારાજે તેમના સત્તાવાર X (Twitter) હેન્ડલ પરથી ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'અખિલ ભારત હિન્દુ મહાસભા/સંત મહાસભા ચંદ્ર પર ચંદ્રયાન 3ના ઉતરાણના સ્થળ "શિવશક્તિ ધામ" ખાતે ભગવાન શિવ, મા પાર્વતીનું ભવ્ય મંદિર બનાવશે..પ્રસ્તાવ પાસ.'

સંસદમાંથી ઠરાવ પસાર કરીને ચંદ્રને ગઝવા-એ-હિંદ બનાવો : સ્વામી ચંક્રપાણી મહારાજ

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. PM મોદીએ શનિવારે (26 ઓગસ્ટ) બેંગલુરુમાં જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટને 'શિવશક્તિ પોઇન્ટ' તરીકે ઓળખવામાં આવશે. આ નામ બદલ્યા બાદ દેશમાં રાજકારણ પણ તેજ થઈ ગયું છે. દરમિયાન, હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણી મહારાજે પણ રવિવારે (27 ઓગસ્ટ) આ મામલે નિવેદન આપ્યું છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે 'હું ઈચ્છું છું કે આ પહેલા અન્ય વિચારધારાના લોકો, અન્ય દેશોના લોકો ત્યાં જઈને ગઝવા-એ-હિન્દ ન બનાવે, તેથી સંસદમાંથી ઠરાવ પસાર કરીને ચંદ્રને ગઝવા-એ-હિંદ બનાવો. હિંદુ રાષ્ટ્ર તેને જાહેર કરવું જોઈએ અને શિવશક્તિ પોઈન્ટને તેની રાજધાની બનાવવી જોઈએ.

આ પણ વાંચો - Chandrayaan 3 : Chandrayaan-2 એ Chandrayaan-3 નો Pic લીધો, રોવર અને લેન્ડિંગનો Video પણ સામે આવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Chandrayaan-3Chandrayaan-3 MissionCreated HistoryHindu MahasabhaHindu RashtraHindusHindutvaISROlander module of Chandrayaan-3Moon.Narendra Modipm modi
Next Article