ચંદ્રબાબુ નાયડુના પત્નીએ માત્ર 5 દિવસમાં કમાયા 579 કરોડ રૂપિયા
લોકસભા ચૂંટણી (Lok Sabha elections) ના પરિણામો જાહેર થતા જ દેશના કરોડો લોકોની કિસ્મત પલટાઈ ગઇ. અમે અહીં પરિણામ આવ્યા પછીની વાત કરી રહ્યા છીએ, જ્યારે શેર બજાર (Stock Market) ખરાબ રીતે તૂટ્યું હતું. આ થયું ત્યારે દેશના કરોડો લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. પણ આ દરમિયાન ઘણા એવા લોકો પણ છે કે જેઓ કરોડો રૂપિયા કમાયા (Earned Crores of Rupees) છે. જેવા લોકસભા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha and Andhra Pradesh Assembly Election Results) જાહેર થયા કે તુરંત જ TDP અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ (TDP president Chandrababu Naidu) અને તેમની પત્ની નારા ભુવનેશ્વરી (Nara Bhuvneshwari) નું નસીબ ચમકી ગયું. સ્થિતિ એ છે કે 5 દિવસમાં ભુવનેશ્વરીની સંપત્તિમાં 579 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
પરિણામના દિવસે નાયડુ થયા માલામાલ
4 જુનના રોજ દેશમાં મોટી સંખ્યામાં લોકો રડ્યા હતા. જે લોકોએ શેરબજારમાં પોતાના નાણા નાખ્યા હતા તેમાં મોટી સંખ્યામાં એવા લોકો હતા જે લોકોના આ પરિણામના દિવસે પૈસા ડૂબી ગયા હતા. પણ બીજી તરફ TDP અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ અને તેમના પત્નીની કિસ્મત ચમકી ગઇ હતી. જણાવી દઇએ કે, ચંદ્રબાબુ નાયડુના પત્ની નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સમાં 24.37 ટકા હિસ્સો ધરાવે છે. તેમની પાસે આ કંપનીના 2,26,11,525 શેર છે. ચૂંટણીના પરિણામોના દિવસે જ્યારે શેર માર્કેટ ડૂબી રહ્યું હતું અને રોકાણકારોના પૈસા સ્વાહા થઈ રહ્યા, ત્યારે નારા ભુવનેશ્વરીની સંપત્તિમાં વધારો થઈ રહ્યો હતો. અગાઉ 31 મેના રોજ આ કંપનીના એક શેરની કિંમત 402.90 રૂપિયા હતી.
માત્ર 5 દિવસમાં લગભગ 579 કરોડ રૂપિયાનો નફો
આ મુજબ નારા ભુવનેશ્વરીની આ કંપનીમાં રકમ લગભગ 911 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે શુક્રવારે એક શેરની કિંમત 661.25 રૂપિયા થઈ ગઈ છે. તે મુજબ આજે આ કંપનીમાં તેમના પૈસા વધીને લગભગ 1495 કરોડ રૂપિયા થઈ ગયા છે. આવી સ્થિતિમાં નારા ભુવનેશ્વરીએ આ 5 દિવસમાં લગભગ 579 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ચંદ્રબાબુ નાયડુએ 1992માં આ કંપનીની સ્થાપના કરી હતી. તેના ઉત્પાદનોમાં દૂધ, દહીં, લસ્સી, પનીર, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. નારા ભુવનેશ્વરી આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેન છે.
હેરિટેજ ફૂડ્સના શેરનો ભાવ કેવી રીતે વધ્યો?
હેરિટેજ ફૂડ્સના શેરના ભાવ પાંચ દિવસમાં સતત વધ્યા છે, તેટલું જ નહીં મંગળવારે શેરબજારમાં ઘટાડાના દિવસે પણ શેર ઉછાળાની સાથે બંધ થયું. હેરિટેજ ફૂડ્સના શેરની કિંમત આજે (7 જૂન 2024) લાભ સાથે ખુલ્યું અને 10 વાગ્યાને 44 મિનિટ સુધી 659 રૂપિયા પ્રતિ શેરના ઇન્ટ્રાડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. આ આધાર પર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં હેરિટેજ ફૂડ્સના શેરની કિંમત પ્રતિ શેર રૂ. 256.10 વધી છે. હેરિટેજ ફૂડ્સના શેરમાં ભારે ઉછાળાને કારણે નારા ભુવનેશ્વરીની નેટવર્થમાં રૂ. 579 કરોડનો વધારો થયો છે.
ચંદ્રબાબુ નાયડુએ ચૂંટણીમાં કર્યો કમાલ
ચંદ્રબાબુ નાયડુની TDP પ્રબળ પક્ષ તરીકે ઉભરી આવી હતી. બીજી તરફ ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા માટે જરૂરી આંકડો પાર કરવામાં નિષ્ફળ ગઈ હતી. NDAએ 543 સભ્યોની લોકસભામાં 293 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી, જે સરકાર બનાવવા માટે જરૂરી 272ના આંકડાથી ઘણી ઓછી છે.
આ પણ વાંચો - નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે કરી મુલાકાત, સરકાર બનાવવાનો કર્યો દાવો
આ પણ વાંચો - Anil Vij Ayodhya Comment : “કદાચ ત્યાં નાસ્તિકો જ રહે છે” અયોધ્યાના લોકોથી નારાજ અનિલ વિજ