Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી દ્વારકા દરિયામાં પૌરાણિક નગરીના દર્શન કરે તેવી શક્યતાઓ

વડાપ્રધાન નરેન્દ્રમોદી આવશે ગુજરાતના પ્રવાસે દ્વારકા દરિયામાં પૌરાણિક નગરીની કરી શકે દર્શન સ્કુબા મારફતે દર્શન કરે તેવી પ્રબળ સંભાવના દ્વારકા તેમજ બેટદ્વારકાધીશના દર્શન કરી તેવી શક્યતા સંગમ નારાય મંદિર નજીક દરિયામાં સ્કુબા ડ્રાઈવ ચાલુ PM મોદીના આગમનને લઈને તૈયારીઓનો...
03:20 PM Feb 24, 2024 IST | Harsh Bhatt

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ઠેર ઠેર તેમના સ્વાગતને લઈને તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે ગોમતી ઘાટ ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. આ વેળાએ ગોમતી ઘાટ ખાતેનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને અહીંયા વિશાળ સંખ્યામાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

PM મોદી

PM મોદીના દ્વારકા આગમનને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે, ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર પ્રધાનમંત્રી મોદી દ્વારકા દરિયામાં પૌરાણિક નગરીના દર્શન કરે તેવી સંભાવના છે. પ્રધાનમંત્રી મોદી આ ઐતિહાસિક દ્વારકા નગરીના દર્શન સ્કુબા મારફતે દર્શન કરે તેવી વિગતો હાલ સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના આ પ્રવાસ દરમિયાન બેટ દ્વારકાધીશના દર્શન કરી તેવી શક્યતાઓ પણ હાલ વર્તાઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સંગમ નારાયણ મંદિર નજીક દરિયામા નેવી દ્વારા સ્કુંબા ડ્રાઇવ ચાલુ છે. વડાપ્રધાનના આગમન ને લઇ પંચકુઇ બિચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે.

આ પણ વાંચો -- ગુજરાત યુનિવર્સિટી હવે આપશે ઓનર્સની ડિગ્રી, વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BAIT DWARKADarshanDWAKRA NAGRIDWARKADHISH MANDIRGUJARAT VISITJagadgurupm modiSCUBAshree-krishna
Next Article