Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha : ગઢોડા ગામે ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી

Sabarkantha News : હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે ત્યારે તે પૈકીની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે જયારે આસો નવરાત્રિની ઉજવણી દેશના અન્ય રાજયો કરતાં ગુજરાતમાં વધુ થાય છે જયારે ચૈત્રી નવરાત્રિની ઉજવણી સમગ્ર સાબરકાંઠા...
03:56 PM Apr 09, 2024 IST | Vipul Pandya
SABARKANTHA NAVARATRI

Sabarkantha News : હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે ત્યારે તે પૈકીની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે જયારે આસો નવરાત્રિની ઉજવણી દેશના અન્ય રાજયો કરતાં ગુજરાતમાં વધુ થાય છે જયારે ચૈત્રી નવરાત્રિની ઉજવણી સમગ્ર સાબરકાંઠા (Sabarkantha )જિલ્લામાં ફક્ત હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે વર્ષોથી ઉજવાય છે.

ચૈત્રી નવરાત્રિનું પૂજાપાઠ અને માતાજીના ઉપાસકોમાં અનેરું મહત્વ

ભારતવર્ષમાં ચાર નવરાત્રિઓનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે જેમાં વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ, અને પુષ્ય નવરાત્રિનો સમાવેશ થયો છે જે પૈકીની ચૈત્રી નવરાત્રિનું પૂજાપાઠ અને માતાજીના ઉપાસકોમાં અનેરું મહત્વ હોય છે.

માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના

ચૈત્ર મહિનાના શુકલપક્ષની પ્રતિપ્રદાતિ એટલે ચૈત્રી નવરાત્રિનો તા.૯ એપ્રિલ ર૦ર૪ના રોજ પ્રારંભ થયો છે. આ ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માતાજીના વિવિધ સ્વરૂપોની ઉપાસકો પૂજાપાઠ કરી ઉપવાસ રાખે છે.

ચાચરચોકને રંગબેરંગી લાઈટોથી શણગારી દેવામાં આવ્યા

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે ૬૫ વર્ષથી ચૈત્રી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગ્રામજનો દ્વારા ચાચરચોકને રંગબેરંગી લાઈટોથી શણગારી દેવામાં આવ્યા છે. જયાં નવરાત્રિના નવ દિવસ સુધી સ્થાનિક તથા આસપાસના ગામડાઓમાંથી આવતા ખેલૈયાઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબે ઘૂમતા હોય છે.

આસો નવરાત્રિના બદલે ચૈત્રી નવરાત્રિની ઉજવણી

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આસો નવરાત્રિ ઉજવાતી નથી તેના બદલે ચૈત્રી નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને છેલ્લા નોરતામાં માતાજીની આરાધના કરવામાં આવે છે સાથો સાથ નવમા નોરતે ગ્રામજનોના સહયોગથી લોક કલ્યાણ માટે ગઢભવાની માતાજીના મંદિર ખાતે રામનવમીનું હવન થાય છે. આ દિવસે લોકમેળો પણ ભરાય છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો------ Chotila : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ચામુંડા માતાજીને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા

આ પણ વાંચો----- chaitra navratri :ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે આ રાશિઓ પર રહેશે ‘મા’ની વિશેષ કૃપા

આ પણ વાંચો---- Chaitra Navratri : આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Tags :
Chaitri NavratriChaitri Navratri 2024dharm bhaktiGujaratGujarat FirstNavratriSabarkantha
Next Article