Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cervical Cancer જેણે પૂનમ પાંડેનો જીવ લીધો, ગતરોજ જ બજેટમાં તેના વિશે મોટી જાહેરાત કરાઈ હતી...

Cervical Cancer : પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ એ વાત સામે આવી છે કે એક્ટ્રેસનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. આ સમાચાર સામે આવતાની સાથે જ અભિનેત્રીના ચાહકોમાં...
cervical cancer જેણે પૂનમ પાંડેનો જીવ લીધો  ગતરોજ જ બજેટમાં તેના વિશે મોટી જાહેરાત કરાઈ હતી

Cervical Cancer : પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ એ વાત સામે આવી છે કે એક્ટ્રેસનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું છે. આ સમાચાર સામે આવતાની સાથે જ અભિનેત્રીના ચાહકોમાં ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું છે અને ફરી એકવાર સર્વાઈકલ કેન્સરની ગંભીર બીમારી ચર્ચામાં આવી ગઈ છે. જનનાંગોના ચેપને કારણે સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)મુખ્યત્વે સ્ત્રીઓમાં થાય છે, પરંતુ કેટલીકવાર તે પુરુષોને પણ થઈ શકે છે.

Advertisement

9 થી 14 વર્ષની વયની છોકરીઓનું રસીકરણ

તમને જણાવી દઈએ કે દેશના બજેટમાં એક દિવસ પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બીમારી વિશે વાત કરી હતી. તેમણે વચગાળાના બજેટ 2024ના ભાગરૂપે 9 થી 14 વર્ષની વયની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) સામે રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને તેમના ભાષણમાં તમામ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને આયુષ્માન ભારત કવર આપવા સહિત અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓની પણ જાહેરાત કરી હતી. સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) એ વિશ્વમાં કેન્સરનો ચોથો સૌથી સામાન્ય પ્રકાર છે. આ કારણે મહિલાઓના મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, "અમારી સરકાર સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)ને રોકવા માટે 9 થી 14 વર્ષની વયની છોકરીઓ માટે રસીકરણને પ્રોત્સાહિત કરશે."

Advertisement

સર્વાઇકલ કેન્સર માટેની પ્રથમ સ્વદેશી રસી

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)ના 80 હજારથી વધુ કેસ નોંધાય છે, જ્યારે 35 હજાર મહિલાઓ તેનાથી મૃત્યુ પામે છે. પરંતુ હવે સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) સામેની પ્રથમ સ્વદેશી રસી બનાવવામાં આવી છે. આ રસી પુણે સ્થિત સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે. તેને 'CERVAVAC' નામ આપવામાં આવ્યું છે. દેશમાં બનેલી સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) માટેની આ પ્રથમ રસી છે. એવો દાવો કરવામાં આવે છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટનું CERVAVAC ટ્રાયલ્સમાં તમામ વય જૂથોની મહિલાઓ પર અસરકારક સાબિત થયું છે.

સર્વાઇકલ કેન્સર શું છે?

સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)ના કિસ્સામાં, જનનાંગમાં ચેપ થાય છે. જો તે સમયસર જોવામાં આવે તો તેની સારવાર થઈ શકે છે, પરંતુ જો તેમાં વિલંબ થાય છે અથવા જો ચેપ ફેલાય છે, તો તે મૃત્યુ તરફ દોરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) એ વિશ્વમાં સ્ત્રીઓમાં ચોથું સૌથી સામાન્ય કેન્સર છે. 2020 માં, વિશ્વભરમાં 6 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 3.42 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 2020 માં નોંધાયેલા કેસોમાંથી, 90% ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં હતા. સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) સર્વિક્સ, ગર્ભાશયના નીચેના ભાગમાં ઉદ્દભવે છે. તે ઘણીવાર ધીમે ધીમે વિકસે છે અને પ્રારંભિક તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. તે માનવ પેપિલોમાવાયરસને કારણે થાય છે, જેને સામાન્ય રીતે HPV તરીકે ઓળખવામાં આવે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રચલિત સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) છે.

Advertisement

આ પણ વાંચો : Shocking! Poonam Pandey નું અવસાન, કેન્સરથી પીડિત હતી, મેનેજરે પુષ્ટિ કરી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.