ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ પહેલા યોજાશે સેરેમની, BCCI એ ટ્વીટ કરી આપી માહિતી
વર્લ્ડ કપ 2023માં જીતના રથ પર સવાર થઈ રહેલી ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો પાકિસ્તાન સામે છે. આ મેચ 14 ઓક્ટોબરે એટલે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે જાહેરાત કરી છે કે ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ પહેલા એક સમારોહ યોજવામાં આવશે. BCCI એ ગુરુવારે ટ્વીટ કરીને આ સમારોહની માહિતી આપી હતી. આ દરમિયાન લિજેન્ડ સિંગર શંકર મહાદેવન સિવાય અરિજીત સિંહ અને સુખવિંદર સિંહ પરફોર્મ કરશે.
સમારોહ 12.30 વાગ્યે શરૂ થશે
ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. બંને ટીમો વચ્ચેની મેચ 2 વાગ્યે શરૂ થવાની છે. બંને કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ ટોસના અડધા કલાક પહેલા ફિલ્ડ પર ઉતરશે. આ સમારોહ આના એક કલાક પહેલા એટલે કે 12.30 વાગ્યે શરૂ થશે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023 માટે કોઈ ઓપનિંગ સેરેમની નહોતી. જો આપણે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો બંને ટીમોએ અત્યાર સુધી રમાયેલી મેચોમાં 2-2થી જીત મેળવી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું જ્યારે અફઘાનિસ્તાનને દિલ્હીમાં 8 વિકેટથી હરાવ્યું હતું. ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને
પાકિસ્તાનની વાત કરીએ તો તેણે પ્રથમ મેચમાં નેધરલેન્ડ અને બીજી મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. બાબર આઝમની ટીમ પોઈન્ટ ટેબલમાં ભારતથી બરાબર નીચે ચોથા સ્થાને છે. 14 ઓક્ટોબરે આ બંને ટીમો પોતાની ત્રીજી મેચ રમશે. એક ટીમ અહીં જીતની હેટ્રિક લગાવશે જ્યારે બીજી ટીમને ટૂર્નામેન્ટની પ્રથમ હારનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો - એવું શું થયું કે પાકિસ્તાની એંકરે ભારતીય ફેન્સની માંગવી પડી માફી ?
આ પણ વાંચો - World Cup 2023 : સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શરમજનક હરકત કરતો રહ્યો, કોઇએ ન રોક્યો…! જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે