Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

International Tea Day 2024 : આપણા દેશમાં આટલા પ્રકારની ચા મળે છે

International Tea Day 2024 : તમને વિશ્વભરમાં અસંખ્ય ચા પ્રેમીઓ મળશે. કારણ કે ચા એ વિશ્વમાં પાણી પછી સૌથી વધુ વપરાતું પીણું છે. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં દિવસની શરૂઆત ચાથી ન થતી હોય. ભલે તેઓ તેમની પસંદગીની...
international tea day 2024   આપણા દેશમાં આટલા પ્રકારની ચા મળે છે
Advertisement

International Tea Day 2024 : તમને વિશ્વભરમાં અસંખ્ય ચા પ્રેમીઓ મળશે. કારણ કે ચા એ વિશ્વમાં પાણી પછી સૌથી વધુ વપરાતું પીણું છે. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં દિવસની શરૂઆત ચાથી ન થતી હોય. ભલે તેઓ તેમની પસંદગીની ચા પીતા હોય જેમ કે દૂધની ચા, બ્લેક ટી, ગ્રીન ટી, રોઝ ટી, લેમન ટી. 21 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ ( International Tea Day 2024) ની ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પહેલા ટી ડે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો, જેને બાદમાં બદલીને 21 મે કરવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ ઈન્ટરનેશનલ ટી ડેના ઈતિહાસ, મહત્વ અને ચાના ફાયદા.

Advertisement

21 મે 2020 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005 થી ઉજવવામાં આવે છે. પહેલા ચા ઉત્પાદકો આ દિવસ 15 ડિસેમ્બરે ઉજવતા હતા. પરંતુ વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેને 21 ડિસેમ્બર 2019ના રોજ માન્યતા આપવામાં આવી હતી અને 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જે પછી 21 મે 2020 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી.

Advertisement

Advertisement

આંતરરાષ્ટ્રીય ચા દિવસનું મહત્વ

ચા ના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં ગરીબી અને કુપોષણમાં ચા ના અમૂલ્ય યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.

ભારતની પ્રખ્યાત ચા

1. આસામના રોંગા સાહ-

આ આસામના ચાના બગીચાઓમાં ઉગાડવામાં આવતી ખાસ ચા છે. તે આછો ભુરી અને લાલ રંગની છે.

2. બંગાળની દાર્જિલિંગ ચા-

દાર્જિલિંગ ચા એ દેશના સૌથી ઊંચા સ્થળોએ ઉગાડવામાં આવતી ચા છે. તેને દેશમાં ચાનું શેમ્પેન પણ કહેવામાં આવે છે.

3. તમિલનાડુની નીલગીરી ચા-

તે માત્ર નીલગીરી ટેકરીઓમાં ઉગાડવામાં આવે છે. તે ફળોની સાથે મસાલાનો પણ સારો સ્વાદ ધરાવે છે.

4. કાશ્મીરની નૂન ચા-

કાશ્મીરી ચા અન્ય રાજ્યોની ચા કરતા અલગ છે. તે કાશ્મીરીઓના ઘરોમાં સવારે અને રાત્રે પીવામાં આવે છે.

ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું

પાણી પછી, ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસ દર વર્ષે 21 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં ગરીબી અને કુપોષણમાં ચાના અમૂલ્ય યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે. તમને જણાવી દઈએ કે ચાનું ઉત્પાદન અને તેનો વેપાર વિકાસશીલ દેશોમાં લાખો પરિવારોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે.

આ દેશો ચા ના ઉત્પાદકો

ભારત, શ્રીલંકા, નેપાળ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, કેન્યા, માલાવી, મલેશિયા, યુગાન્ડા અને તાન્ઝાનિયા જેવા ચા ઉત્પાદક દેશોમાં 15 ડિસેમ્બર 2005 થી આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઉદ્દેશ્ય કામદારો અને ઉત્પાદકો પર વૈશ્વિક ચાના વેપારની અસર તરફ સરકારો અને નાગરિકોનું વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવાનો છે અને તેને ભાવ સમર્થન અને વાજબી વેપાર માટેની વિનંતીઓ સાથે જોડવામાં આવ્યો છે.

આ પણ વાંચો---- Social Life : ઘરેલું કંકાસના વિવાદો વધતાં સરકારનો મોટો નિર્ણય…!

Tags :
Advertisement

Trending News

.

×