Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CANADA : સ્વામીનારણ મંદિરમાં કરાઈ તોડફોડ, મંદિર ઉપર આતંકીઓએ ભારત વિરોધી નારા લખ્યા

CANADA : CANADA માંથી હવે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. CANADA માં ભારતીય મૂળના ઘણા લોકો વસવાટ કરે છે અને વ્યાપાર કરે છે. પરંતુ, હવે કેનેડાના આલ્બર્ટ રાજ્યની રાજધાનીમાં સ્વામીનારણ મંદિરને હવે નિશાન બનાવવામાં આવ્યું છે. સ્વામીનારણ મંદિરમાં તોડફોડ...
canada   સ્વામીનારણ મંદિરમાં કરાઈ તોડફોડ  મંદિર ઉપર આતંકીઓએ ભારત વિરોધી નારા લખ્યા
Advertisement

CANADA : CANADA માંથી હવે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. CANADA માં ભારતીય મૂળના ઘણા લોકો વસવાટ કરે છે અને વ્યાપાર કરે છે. પરંતુ, હવે કેનેડાના આલ્બર્ટ રાજ્યની રાજધાનીમાં સ્વામીનારણ મંદિરને હવે નિશાન બનાવવામાં આવ્યું છે. સ્વામીનારણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એમ છે કે, મંદિર ઉપર હુમલો કરવાની સાથે સાથે ભારે તોડફોફ પણ કરવામાં આવી છે. મળતી માહિતીના અનુસાર, ખાલિસ્તાની સમર્થકો પર આનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં થયેલી તોડફોડ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

સ્વામિનારાયણ મંદીરમાં કરાઈ તોડફોડ

Advertisement

CANADA માં ઘણા ભારતીયો વસવાટ અને વ્યાપાર કરે છે. આજે પણ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારતથી કેનેડા અભ્યાસ કરવા અર્થે જતા હોય છે. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ સમગ્ર ઘટના વિશે કહ્યું હતું કે - “જેમ હું હંમેશા કહેતો આવ્યો છું, ખાલિસ્તાની સમર્થકો તેમના નફરત અને હિંસાના જાહેર નિવેદનોથી સરળતાથી દૂર થઈ જાય છે. હું તેને ફરીથી પુનરાવર્તન કરવા માંગુ છું. CANADA માં રહેતા હિન્દુઓ ખરેખર ચિંતિત છે.'' તેમણે વધુમાં કહ્યું, ''હું ફરીથી કેનેડાની કાયદા અમલીકરણ એજન્સીઓને આ મુદ્દાને ગંભીરતાથી લેવા આહ્વાન કરું છું. "આ રેટરિક હિંદુ કેનેડિયનો વિરુદ્ધ હુમલામાં ફેરવાય તે પહેલા."

Advertisement

મંદિર ઉપર લખાયા ભારત વિરોધી સૂત્રો

ઉલ્લેખનીય છે કે, આવા પ્રકારનો હુમલો CANADA માં પહેલા પણ થઈ ચૂક્યો છે. પહેલા પણ કેનેડાના હિન્દુ મંદિરમાં આવા પ્રકારની ઘટના બની ચૂકી છે. મંદિરોની દીવાલો પર ક્યારેક ભારત વિરોધી સૂત્રો તો ક્યારેક કંઈક બીજું લખવામાં આવે છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત બાદ ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં આવી ગતિવિધિઓ વધારી દીધી છે. જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટના બન્યા બાદ હવે તે ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ જનતા, રસ્તે ઉતર્યા હજારો લોકો

Tags :
Advertisement

Trending News

.

×