Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India vs Pakistan : આ વખતે ફાયનલમાં પણ ટકરાશે બંને દેશ..? જાણો શું કહ્યું રોહિત શર્માએ 

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે એશિયા કપ (Asia Cup) ની મેચ હવે  માત્ર થોડા કલાકો દૂર છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બંને ટીમો વચ્ચે ઘણી મેચો થઈ છે, પરંતુ વન ડેમાં 2019 પછી પહેલીવાર બંને દેશો વચ્ચે...
india vs pakistan   આ વખતે ફાયનલમાં પણ ટકરાશે બંને દેશ    જાણો શું કહ્યું રોહિત શર્માએ 
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે એશિયા કપ (Asia Cup) ની મેચ હવે  માત્ર થોડા કલાકો દૂર છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ બંને ટીમો વચ્ચે ઘણી મેચો થઈ છે, પરંતુ વન ડેમાં 2019 પછી પહેલીવાર બંને દેશો વચ્ચે મેચ રમાઇ રહી છે. ઓડીઆઈ ફોર્મેટમાં એશિયા કપમાં અત્યાર સુધી 13 સીઝન રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયા છ વખત ચેમ્પિયન બની છે અને પાકિસ્તાને બે વખત ટાઈટલ કબજે કર્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ વખત ફાઈનલ રમાઈ નથી.

Advertisement

રોહિત શર્માએ શું કહ્યું
એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના એક દિવસ પહેલા, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ કેમ થઈ નથી, તો રોહિતે કહ્યું કે આ વખતે પણ આવું થઈ શકે છે. માત્ર ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ચાહકોને આશા છે કે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી ત્રણ મેચ થશે. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે મેચ થશે તે નિશ્ચિત જણાય છે. સૌપ્રથમ તો લીગ મેચ થવાની છે અને તે પછી 10મી સપ્ટેમ્બરે સુપર 4માં આ બંને ટીમો વચ્ચે બીજી ટક્કર થવાની સંભાવના છે. કારણ કે આ ગ્રૂપમાં ત્રીજી ટીમ નેપાળ છે, જે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ભાગ લઈ રહી છે, તેથી એવી અપેક્ષા રાખવી ગેરવાજબી હશે કે આ ટીમ ભારતને હરાવી સુપર 4માં જશે. એટલે કે બે મેચ કન્ફર્મ છે અને જો ભારત અને પાકિસ્તાનની ટીમો ફાઇનલમાં પહોંચે છે તો ત્રણ મેચની રૂપરેખા તૈયાર થઈ જશે. જોકે, ફાઈનલ વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

ટીમ ઈન્ડિયાએ પાંચ વખત શ્રીલંકાને અને એક વખત બાંગ્લાદેશને હરાવીને ફાઈનલ જીતી છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વન-ડે એશિયા કપની ટ્રોફી પર કબજો કરી છે તેમાંથી છ વખત ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું છે અને એક વખત બાંગ્લાદેશને હરાવ્યું છે. ભારતે પ્રથમ વખત વર્ષ 1984માં આ ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ શ્રીલંકાને હરાવી હતી. આ પછી વર્ષ 1988, 1991, 1995, 2010માં શ્રીલંકાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. તે જ સમયે, વર્ષ 2018 માં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલ ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો તેણે વર્ષ 2000માં શ્રીલંકાને હરાવીને અને વર્ષ 2012માં બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયા પણ અત્યાર સુધીમાં ત્રણ વખત ફાઇનલમાં હાર્યું છે અને દરેક વખતે શ્રીલંકાએ ભારતીય ટીમને હરાવ્યું છે. વર્ષ 1997, 2004 અને 2008માં શ્રીલંકાએ ભારતીય ટીમને ટાઈટલ કબજે કરતા રોકી હતી. તમામ ક્રિકેટ ચાહકોની નજર હવે તેના પર છે કે 2 અને 10 સપ્ટેમ્બરે યોજાનારી સંભવિત મેચમાં ભારત અને પાકિસ્તાન કેવી રીતે ટકરાશે અને શું આ વખતે ફાઇનલમાં પણ આ બંને ટીમો વચ્ચે ટક્કર થશે કે કેમ.
Advertisement
Tags :
Advertisement

.