જો મહિલા સંમતિથી હોટેલમાં પરુષ સાથે જાય છે, તો તે સેક્સનો સંકેત નથી : Bombay High Court
- પુરાવાઓમાં બંનેએ સહમતિથી Hotel Room બુક કરાવ્યો
- ટ્રાયલ કોર્ટે કેસ ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો
- Hotelમાંથી ભાગીને પોલીસને ઘટનાની જાણ કરી હતી
Bombay High Court Justice Bharat Deshpande : તાજેતરમાં Bombay High Court એ એક અદભૂત નિર્ણય જાહેર કર્યો છે. જોકે આ નિર્ણયમાં તાર્કિક રીતે સત્ય પણ છે. ત્યારે Bombay High Court એ પોતાના આ નિર્ણયમાં જણાવ્યું છે કે, જ્યારે કોઈ મહિલા કોઈ પુરુષ સાથે Hotel માં જાય છે. અથવા તો તેની સાથે કોઈ અન્ય રૂમમાં એકલી જાય છે, ત્યારે તેનો એ મતલબ નથી, તે મહિલા શારીરિક સંબંધ માટે સાંકેતીક સ્વરૂપે હા પાડી રહી છે. ત્યારે આ નિર્ણય આજરોજ કરવામાં આવેલી એક સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો.
પુરાવાઓમાં બંનેએ સહમતિથી Hotel Room બુક કરાવ્યો
Bombay High Court એ વર્ષ 2021 માં નોંધાયેલા દુષ્કર્મના કેસ અંતર્ગત આ અંગે નિર્ણય જાહેર કર્યો હતો. તે ઉપરાંત આરોપી વિરુદ્ધ ચાલી રહેલા કેસને બંધ કરવા ઉપર પણ રોક લગાવવામાં આવી હતી. જોકે આ સુનાવણીમાં Bombay High Court માં Justice Bharat Deshpande એ નિર્ણાયો સંભળાવ્યા હતા. Justice Bharat Deshpande એ કહ્યું, માની લઈએ કે મહિલા પુરુષ સાથે Hotel માં ગઈ હતી. પરંતુ તેનો મતલબ એ નથી કે તેણી શારીરિક સંબંધ માટે હા પાડી હશે. જોકે પુરાવાઓમાં બંનેએ સહમતિથી Hotel Room બુક કરાવ્યો હતો. તેમ છતા આ પુરાવાને દુષ્કર્મ થયું નથી, તે માન્ય રાખી શકાય તેમ નથી.
આ પણ વાંચો: લો બોલો! ફેમસ બિસ્કીટ બ્રાન્ડમાં પણ મળ્યો જીવતો કીડો, જુઓ Video
Woman entering hotel room with man does not imply her consent for sex: Bombay High Court
Read story here: https://t.co/95dnEKZK1c pic.twitter.com/EhKUVQ1i8E
— Bar and Bench (@barandbench) November 11, 2024
ટ્રાયલ કોર્ટે કેસ ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો
આ બળાત્કાર કેસની સુનાવણી કરતી વખતે,ટ્રાયલ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે મહિલાએ આરોપી સાથે Hotelનો રૂમ બુક કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે આરોપી સાથે તે રૂમમાં પણ ગઈ હતી. તેથી તેણીએ રૂમની અંદરના પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવાની સંમતિ આપી હતી. ત્યારબાદ ટ્રાયલ કોર્ટે કેસ ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આરોપી સામે બળાત્કારનો કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે હાઈકોર્ટે આ આદેશને ફગાવી દીધો છે.
Hotel માંથી ભાગીને પોલીસને ઘટનાની જાણ કરી હતી
તો આ સમગ્ર મામલો માર્ચ 2020 માં પ્રકાશમાં આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને વિદેશમાં ખાનગી નોકરીની ઓફર કરી હતી. આરોપી મહિલાને નોકરી માટે એજન્સીને મળવાના બહાને રૂમમાં લઈ ગયો હતો. પીડિતાનો આરોપ છે કે તે રૂમમાં દાખલ થતાં જ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. મહિલાના કહેવા પ્રમાણે, જ્યારે આરોપી બાથરૂમ ગયો તો તે રૂમ અને Hotelમાંથી ભાગીને પોલીસને ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો: RTI માં રેલવે વિભાગની ખાખી કવરમાં કરવામાં આવતી ચોરી ઝડપાઈ!