ફરી ધમકી...Salman અને લોરેન્સ પર ગીત લખનારને 1 મહિનાની અંદર મારી નંખાશે
- અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો મેસેજ મળ્યો
- સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક ગીત લખવામાં આવ્યું
- એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખવામાં આવશે
- જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે
Salman Khan Threat : અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો (Salman Khan Threat)મેસેજ મળ્યો છે. મુંબઈના ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં સલમાન ખાન માટે ધમકીભર્યો મેસેજ આવ્યો છે. ગુરુવારે રાત્રે લગભગ 12:00 વાગ્યે કંટ્રોલ રૂમને ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. તેમાં લખ્યું છે કે સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક ગીત લખવામાં આવ્યું છે, આ ગીત લખનારને ન છોડવાનું કહેવામાં આવ્યું છે.
એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખવામાં આવશે
ધમકીભર્યા મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે, "એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખવામાં આવશે, ગીત લેખકની હાલત એવી થઈ જશે કે તે પોતાના નામે ગીતો લખી શકશે નહીં. જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે. " હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો----Shahrukh ને ધમકીના કેસમાં ટ્વિસ્ટ..પોલીસ પણ મૂંઝવણમાં...
રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ
અગાઉ, રાજસ્થાનના એક વ્યક્તિની બુધવારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની ઓળખ ભીખા રામ (32) તરીકે થઈ છે, જે વિક્રમ તરીકે પણ ઓળખાય છે અને તે રાજસ્થાનના જાલોરનો રહેવાસી છે. હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમારે જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ) પાસેથી મળેલી માહિતીના આધારે, હાવેરીમાંથી એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો અને તેને આજે પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો." દોઢ મહિના પહેલા હાવેરી આવ્યા પહેલા કર્ણાટકના વિવિધ સ્થળોએ રહેતો હતો.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ચાહક
તેણે જણાવ્યું કે તે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતો હતો અને ગૌદર ઓનીમાં ભાડાના રૂમમાં રહેતો હતો. એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે, “આરોપી પ્રાદેશિક ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી. તે એક દૈનિક વેતન મજૂર છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ચાહક હોવાનો દાવો કરે છે. આ તેનું નિવેદન છે, પરંતુ મુંબઈ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવશે. અમારી ટીમે તેને મુંબઈ પોલીસને સોંપ્યો હતો.
આ પણ વાંચો---Shah Rukh ને મળી જાનથી મારી નાખવાની ધમકી...