Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નકલી મરચાનો કાળો કારોબાર ઝડપાયો, સાડા સાતસો કિલો જેટલું કલરવાળુ મરચુ જપ્ત

પહેલા નકલી હળદર પછી નકલી પનીર અને હવે નકલી મરચાનું કૌભાંડ પકડાયુ છે. વિજાપુર હિંમતનગર હાઈવે પર લાલ કલરમાંથી મરચું બનાવતું ગોડાઉન ઝડપાયું છે. ઉમિયા ગોડાઉનના પ્લોટ નં 43માં નકલી મરચું બનાવવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. જેમાં મહેશકુમાર પુમનચંદ...
11:51 AM May 08, 2023 IST | Vishal Dave

પહેલા નકલી હળદર પછી નકલી પનીર અને હવે નકલી મરચાનું કૌભાંડ પકડાયુ છે. વિજાપુર હિંમતનગર હાઈવે પર લાલ કલરમાંથી મરચું બનાવતું ગોડાઉન ઝડપાયું છે. ઉમિયા ગોડાઉનના પ્લોટ નં 43માં નકલી મરચું બનાવવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. જેમાં મહેશકુમાર પુમનચંદ મહેશ્વરી નામનો વ્યક્તિ આ નકલી મરચું બનાવતો હતો.

સ્થળ પરથી 3 કિલો મરચું કલર સાથે 758 કિલો કલરવાળું મરચું મળી આવ્યું હતું. આમ કલરથી બનેલું મરચું માર્કેટમાં લોકો સુધી પહોંચે તે પહેલા જ રૂ.5 લાખનો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગે બે દિવસ રેકી કરીને ગોડાઉન પર રેડ કરી હતી.

કુલ 5 લાખ કરતા વધુનો જથ્થો પકડી લેવાયો

આ ગોડાઉનના પ્લોટ નંબર 43માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો છે. તો કુલ 5 લાખ કરતા વધુનો જથ્થો પકડી લેવાયો છે. ફૂડ ટેસ્ટિંગ કીટ FSW વાન દ્વારા સ્થળ પર લાલ મરચાની ચકાસણી કરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારી વી જે ચૌધરી સહિત ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હતી.

મરચામાં ભેળસેળ આ રીતે ઓળખો
લાલ મરચાનો પાઉડરમાં પણ ખૂબ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાના પાઉડરને પીસીને લાલ ઈંટ અને ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. ત્યારે આવા સમયે આપ લાલ મરચાની ઓળખાણ માટે આપ તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે અને નકલી લાલ મરચું ડૂબી જશે

Tags :
chillicolored chilliMehsanaseizedVijapur
Next Article