Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata Rape Case ના મામલે ગાયકે પીડિતા માટે લીધો મોટો નિર્ણય

તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી ઘટનાને લઈ હું ખુબ જ દુઃખી છું અમારો Concert 14 મી સપ્ટેમ્બર 2024 ના રોજ થવાનો હતો મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ Kolkata Rape Case : Kolkata Rape-Murder Case ના મામલે પીડિતાને...
kolkata rape case ના મામલે ગાયકે પીડિતા માટે લીધો મોટો નિર્ણય
Advertisement
  • તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી ઘટનાને લઈ હું ખુબ જ દુઃખી છું

  • અમારો Concert 14 મી સપ્ટેમ્બર 2024 ના રોજ થવાનો હતો

  • મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ

Kolkata Rape Case : Kolkata Rape-Murder Case ના મામલે પીડિતાને ન્યાય અપાવવા માટે એક પછી એક બોલીવૂડ કલાકારો પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે. દરેક કલાકારો વિવિધ માધ્યમોથી ન્યાય માટે સંદેશ આપી રહ્યા છે. તે ઉપરાંત લોકોને પણ પીડિતાને ન્યાય મળે તે માટે આગળ આવવાનું આહ્વાન કરી રહ્યા છે. ત્યારે કોઈ કલાકાર પીડિતા માટે ગીત બનાવે છે, તો કોઈ સામાજિક ઉપદેશ આપતો પત્ર તૈયાર કરે છે. તો કોઈ કવિતાના શબ્દોથી મહિલાની ભારત દેશમાં વાસ્તવિક સ્થિતિથી લોકોની આંખો નમ કરે છે. ત્યારે વધુ એક Singer અને કલાકારે Kolkata માં થયેલી ઘટના માટે પોતાના અવાજ બુલંદ કર્યો છે.

તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી ઘટનાને લઈ હું ખુબ જ દુઃખી છું

તાજેતરમાં Singer Shreya Ghoshal એ મોટો નિર્ણય લીધો છે. Singer Shreya Ghoshal એ Instagram અને X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં ગાયક Kolkata માં પોતાનો લાઈવ Concert કેન્સલ કર્યો છે. Kolkataમાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલી ઘટનાને લઈ હું ખુબ જ દુઃખી છું. ત્યારે મેં Kolkata માં આયોજન કરેલો Concert કેન્સલ કરું છું. તે ઉપરાંત Kolkataમાં થેયલી ઘટના અંગે લોકોને પોતાનો અવાજ ઉઠાવવા માટે લોકોને માગ કરું છું. અને ખાસ કરીને Kolkata વાસીઓને સૂચન કરું છું.

Advertisement

આ પણ વાંચો: Kajol: અજય દેવગણ નહીં આ સુપરસ્ટાર હતો કાજોલનો ક્રશ,જાણીને ચોંકી જશો

Advertisement

અમારો Concert 14 મી સપ્ટેમ્બર 2024 ના રોજ થવાનો હતો

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે Shreya Ghoshal એ લખ્યું કે, હાલમાં Kolkata માં બનેલી હૃદયદ્રાવક અને ઘૃણાસ્પદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. એક સ્ત્રી હોવાને કારણે મહિલા સાથે થયેલી ક્રૂરતા વિશે વિચારવું અકલ્પનીય છે અને જ્યારે પણ હું તેના વિશે વિચારું છું, ત્યારે મારો આત્મા કંપી જાય છે. મારા પ્રમોટર અને હું ખૂબ જ દુ:ખી હૃદય અને ઊંડા દુ:ખ સાથે અમારો Concert 14 મી સપ્ટેમ્બર 2024 ના રોજ થવાનો હતો, તેને મુલતવી રાખવા માંગીએ છીએ. હવે આ Concert ની નવી તારીખ ઓક્ટોબર 2024 જાહેર કરવામાં આવશે.

મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ

Singer Shreya Ghoshal એ તેની નોંધમાં આગળ લખ્યું હતું કે, અમે બધા આ Concert ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ મારા માટે આ બાબતે સ્ટેન્ડ લેવું અને તમારા બધા સાથે ન્યાયની માંગ કરવી મહત્વપૂર્ણ છે. હું માત્ર આપણા દેશની જ નહીં, આ દુનિયામાં મહિલાઓના સન્માન અને સલામતી માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરું છું. કૃપા કરીને મારા બેન્ડ અને મારી સાથે રહો કારણ કે અમે રાક્ષસો સામે અવાજ ઉઠાવીએ છીએ. હું તમને વિનંતી કરું છું કે જ્યાં સુધી અમે નવી તારીખ જાહેર ન કરીએ ત્યાં સુધી અમારી સાથે અન્યાય સામે અવાજ ઉઠાવો. મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: અભિનેતા Shailesh Lodha ના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર પહેલા અભિનેતાએ લીધો મોટો નિર્ણય

Tags :
Advertisement

Trending News

.

×