ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે, ગોધરામાં જાહેર સભાને સંબોધી
2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈને ભાજપ દ્વારા પણ તાબડતોબ મહેનત કરવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે. હાલમાં તેઓ પંચમહાલના ગોધરામાં સભાને સંબોધી રહ્યા છે....
12:09 PM Jul 10, 2023 IST
|
Dhruv Parmar
2024ની લોકસભા ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈને ભાજપ દ્વારા પણ તાબડતોબ મહેનત કરવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે. હાલમાં તેઓ પંચમહાલના ગોધરામાં સભાને સંબોધી રહ્યા છે. જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ અને મહામંત્રી પ્રદીપસિંહ હાજર રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં ભાજપના કાર્યકળો હાજર રહ્યા હતા.
જાણો જેપી નડ્ડાએ શું કહ્યું...
- દેશમાં ગુજરાતનું વિશેષ સ્થાન
- ગુજરાત સંતોની ધરતી છે
- વીરોની ધરતી ગુજરાતને નમન
- સરદાર પટેલ અને મહાત્મા ગાંધીને ભૂલી ન શકાય
- વડાપ્રધાન મોદીને ન ભૂલી શકાય
- જેપી નડ્ડાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
- ગરીબીના નામે કોંગ્રેસે રાજનીતિ કરી
- કોંગ્રેસે ગરીબોના નામે વોટ લીધા અને તેમને લૂંટ્યા
- આર્થિક રીતે આજે ભારત આગળ વધી રહ્યો છે
- ભારતની આર્થિક સ્થિતિ મજબૂત
- આર્થીક સ્થિતિમાં ભારત 9 વર્ષ પહેલા 11 માં નંબરે હતો
આ પણ વાંચો : Himachal માં વરસાદી આફત, બિયાસ નદીના વહેતા પ્રવાહને પાર કરીને લોકોને બચાવાયા, Video
Next Article