Pappu Yadavને ધમકી, તારો છેલ્લો દિવસ જીવી લે...
- પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને ફરી ધમકી મળી
- પપ્પુ યાદવ છેલ્લા 24 કલાક તારી પાસે છે
- વોટ્સએપ પર વિસ્ફોટનો વીડિયો પણ મોકલવામાં આવ્યો
Pappu Yadav : પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ (Pappu Yadav)ને ફરી ધમકી મળી છે. આ વખતે તેમને ધમકી આપનાર વ્યક્તિએ તેમને છેલ્લા 24 કલાક આપ્યા છે. આ ધમકી વોટ્સએપ મેસેજ પર આપવામાં આવી છે. મેસેજમાં લખ્યું છે કે, "પપ્પુ યાદવ છેલ્લા 24 કલાક તારી પાસે છે." આ સાથે વોટ્સએપ પર વિસ્ફોટનો વીડિયો પણ મોકલવામાં આવ્યો છે. વ્યક્તિએ લખ્યું છે કે 24 કલાકમાં તારી હત્યા થઇ જશે
ધમકી સાથે લોરેન્સ બિશ્નોઈને વિશ કર્યું
ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે અમારા સાથીઓની તૈયારી પૂર્ણ છે. અમારા સાથીઓ તમારી ખૂબ નજીક પહોંચી ગયા છે. તેણે લખ્યું છે કે તારો છેલ્લો દિવસ જીવી લે અને તેની સાથે ધમકી આપનારે હેપ્પી બર્થ ડે લોરેન્સ ભાઈ પણ લખ્યું છે.
આ પણ વાંચો----લોરેન્સની ધમકી બાદ Pappu Yadav નો ગૃહ મંત્રાલયને પત્ર
ફરી ધમકી મળ્યા બાદ પપ્પુ યાદવે શું કહ્યું?
આ સાથે જ ધમકીના મુદ્દે પપ્પુ યાદવનું નિવેદન સામે આવ્યું છે. પપ્પુ યાદવે કહ્યું કે જો મારે દેશ માટે, બંધારણ માટે, સત્ય માટે મરવું પડે તો હું એક લાખ વાર મારવા તૈયાર છું. મને ફોન પર કહેવામાં આવ્યું કે કાલે રાત્રે તું બે વાર બચી ગયો હતો.
આ પણ વાંચો----'મિર્ચી લગી તો મેં ક્યાં કરું', ધમકી મળ્યા બાદ Pappu Yadav નું સામે આવ્યું નિવેદન